કૉન્ગ્રેસી નેતાએ ફરી એક વાર વડા પ્રધાનને જાહેરમાં સામસામે ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો
રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે મોદી સરકાર પર પોતાનો ફોન ટૅપ કરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી આ જાસૂસી વિશે જાણે છે. કૉન્ગ્રેસી નેતાએ ફરી એક વાર વડા પ્રધાનને જાહેરમાં સામસામે ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે આનાથી ખુલાસો થઈ જશે કે કોણ વિદેશી શક્તિઓના નિયંત્રણમાં છે અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે.
રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને કહ્યું કે ‘વડા પ્રધાન જાણે છે કારણ કે તેમણે મારો ફોન ટૅપ કરાવ્યો છે. જો તેઓ મારી સાથે ડિબેટ કરવા આવશે તો તેમની રાજકીય કરીઅર ખતમ થઈ જશે. તેમને ડર છે, એટલે જ હવે તેઓ મારી સામે બોલતા નથી.’
