રાજસ્થાનમાં પત્નીને ચૂંટણી લડાવી રહેલા રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના નેતાને BJPના પ્રદેશ અધ્યક્ષે માર્યો ટોણો
કનિકા બેનીવાલ, મદન રાઠોડ
રાજસ્થાનમાં વિધાનસભાની સાત બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ખીંવસર બેઠક પર રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ના કન્વીનર હનુમાન બેનીવાલનાં પત્ની કનિકા બેનીવાલ ચૂંટણી લડી રહ્યાં છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ-અધ્યક્ષ મદન રાઠોડે બેનીવાલને ટોણો મારતાં કહ્યું હતું કે ‘જો કનિકા બેનીવાલ ચૂંટણી હારી જશે તો એનો ફાયદો હનુમાન બેનીવાલને થશે, કારણ કે જો પતિ-પત્ની બેઉ રાજકારણમાં વ્યસ્ત રહે તો ઘરે બાળકોનું ધ્યાન કોણ રાખશે? બેનીવાલને સતત ચિંતા રહેતી હોય છે કે કનિકા પણ સક્રિય રાજકારણમાં ઝુકાવે તો બાળકોનું ધ્યાન કેવી રીતે રાખવું? હું સોશ્યલ મીડિયા પર જોતો હોઉં છું કે હનુમાન બેનીવાલને દરેક સમયે એ ચિંતા રહેતી હોય છે કે જો મારી પત્ની ચૂંટણી નહીં જીતે તો તેના પિયરે જતી રહેશે. અરે ભાઈ, જો તને આટલી ચિંતા હતી તો પત્નીને ટિકિટ આપીને શા માટે આ જોખમ ઉઠાવ્યું? તેમને ખબર છે કે પત્ની ચૂંટણી જીતી શકે એમ નથી.’