ગઈ કાલે બિહારના નાલંદામાં ત્રણ વખતની ચૅમ્પિયન સાઉથ આફ્રિકાને ૩-૨થી હરાવીને ભારતીય ટીમે હૉકીની વિમેન્સ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી 2024માં સતત બીજી જીત નોંધાવી છે.
ગોલ કર્યા બાદ ઉજવણી કરતી ભારતીય હૉકી પ્લેયર્સ
ગઈ કાલે બિહારના નાલંદામાં ત્રણ વખતની ચૅમ્પિયન સાઉથ આફ્રિકાને ૩-૨થી હરાવીને ભારતીય ટીમે હૉકીની વિમેન્સ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી 2024માં સતત બીજી જીત નોંધાવી છે. સોમવારે ટુર્નામેન્ટની આઠમી સીઝનની શરૂઆતની મૅચમાં ભારતે મલેશિયાને ૪-૦થી હરાવ્યું હતું. ગુરુવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની ટક્કર થાઇલૅન્ડ સાથે થશે.
૨૦ નવેમ્બર સુધી આયોજિત આ ટુર્નામેન્ટમાં ૬ ટીમ વચ્ચે ૨૦ મૅચ રમાશે. વર્ષ ૨૦૧૦થી આયોજિત આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ૨૦૧૬ અને ૨૦૨૩માં ચૅમ્પિયન બની હતી. વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૮માં રનર-અપ ટીમ બનનાર ભારતીય ટીમ ૨૦૧૦માં ત્રીજા અને ૨૦૧૧માં ચોથા સ્થાને રહી હતી.