Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લગ્નના આગલા દિવસે પિતાનું અવસાન થયું, ભાઈએ બહેનની વિદાય સુધી કોઈને કહ્યું નહીં

લગ્નના આગલા દિવસે પિતાનું અવસાન થયું, ભાઈએ બહેનની વિદાય સુધી કોઈને કહ્યું નહીં

Published : 26 November, 2026 10:40 AM | Modified : 26 November, 2026 10:47 AM | IST | Udaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મુદ્દે દિલીપ મેઘવાલે કહ્યું હતું કે ‘મારી બહેન પ્રિયંકાનાં લગ્ન ૨૦ નવેમ્બરે હતાં અને લગ્નની આગલી રાત્રે ડાન્સ કરતી વખતે મારા પિતા શંકરલાલ મેઘવાલને હાર્ટ-અટૅક આવ્યો હતો.

શંકરલાલ મેઘવાલનું હાર્ટ-અટૅકથી અવસાન

શંકરલાલ મેઘવાલનું હાર્ટ-અટૅકથી અવસાન


રાજસ્થાનના ઉદયપુર નજીક રિષભદેવમાં દીકરીનાં લગ્નના આગલા દિવસે પિતા શંકરલાલ મેઘવાલનું હાર્ટ-અટૅકથી અવસાન થયા બાદ ભાઈઓએ લગ્નસમારોહ સંપન્ન થાય ત્યાં સુધી આ સમાચાર કોઈને આપ્યા નહોતા અને લગ્નસમારોહ પૂર્ણ થયા બાદ અને બહેનની વિદાય થયા બાદ આ જાણકારી આપી હતી. આ સમાચાર જાણીને શંકરલાલનાં પત્ની ગીતા દેવીની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

આ મુદ્દે દિલીપ મેઘવાલે કહ્યું હતું કે ‘મારી બહેન પ્રિયંકાનાં લગ્ન ૨૦ નવેમ્બરે હતાં અને લગ્નની આગલી રાત્રે ડાન્સ કરતી વખતે મારા પિતા શંકરલાલ મેઘવાલને હાર્ટ-અટૅક આવ્યો હતો. અમે ૩૪ વાર ૧૦૪ અને ૧૦૮ને ૩૨ વાર ફોન કર્યા હતા, પણ ઍમ્બ્યુલન્સ આવી નહોતી. તેથી અમે પિતાને પ્રાઇવેટ કારમાં રિષભદેવ લઈ ગયા હતા પણ ડૉક્ટરોએ તેમને ઉદયપુર રિફર કર્યા હતા.



ઉદયપુરમાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. જોકે બહેનનાં લગ્નનો પ્રસંગ હોવાથી અમે ડેડ-બૉડીને હૉસ્પિટલમાં મૂકી હતી અને ઘરે આવીને કહ્યું હતું કે પપ્પાને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે અને બીજા દિવસે હાર્ટ-સર્જરી કરવાની છે. આમ કહીને લગ્નસમારોહ ઝડપથી પતાવી દીધો હતો અને બહેનને વિદાય આપી દીધી હતી. બહેન સાસરે પહોંચી ગઈ પછી અમે પપ્પાના મૃત્યુના સમાચાર જાહેર કર્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 10:47 AM IST | Udaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK