અયોધ્યામાં દૂર-દૂરથી આવતા ભાવિકો રામમંદિર સિવાય બીજાં મઠ અને મંદિરોમાં જાય છે પણ આવા મ્યુઝિયમમાં પણ જાય તો ધાર્મિક યાત્રા સાથે પર્યટનનો આનંદ પણ માણી શકે એવી સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે.
ફાઈલ તસવીર
રામનગરી અયોધ્યાનો વિકાસ ધાર્મિક સાથે હવે પર્યટનની દૃષ્ટિએ પણ કરવામાં આવી રહ્યો છે. રામઘાટ ક્ષેત્રમાં એક વૅક્સ મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે જે ભગવાન રામની કથા પર આધારિત હશે, એને રામાયણ વૅક્સ મ્યુઝિયમ એવું નામ આપવામાં આવ્યું છે.
અયોધ્યામાં દૂર-દૂરથી આવતા ભાવિકો રામમંદિર સિવાય બીજાં મઠ અને મંદિરોમાં જાય છે પણ આવા મ્યુઝિયમમાં પણ જાય તો ધાર્મિક યાત્રા સાથે પર્યટનનો આનંદ પણ માણી શકે એવી સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
રામાયણ વૅક્સ મ્યુઝિયમમાં રામચરિત માનસની કથા પર આધારિત ૫૦ પ્રસંગના મૉડલ વિકસાવવામાં આવશે અને આ માટે પરિક્રમા માર્ગ પર રામઘાટ વિસ્તારમાં ૧૦,૦૦૦ ચોરસ ફીટ પર આ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવશે. એમાં બે ક્વિન્ટલ વૅક્સનો ઉપયોગ થશે. આ મ્યુઝિયમ બનાવવાની યોજના ૨૦૨૩માં તૈયાર કરવામાં આવી હતી. આ મ્યુઝિયમ માટે બિલ્ડિંગ તૈયાર થઈ ચૂક્યું છે. પ્રતિમાઓ બનાવવા માટે સારી ક્વૉલિટીના વૅક્સનો ઉપયોગ કરવામાં આવશે. એક-એક મૉડલ બનાવવામાં ૩૦થી ૩૫ કિલો વૅક્સ વપરાશે. આ યોજના પાછળ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધીમાં આ પ્રોજેક્ટ તૈયાર થશે. ઉત્તર પ્રદેશમાં એક પણ વૅક્સ મ્યુઝિયમ નથી તેથી આ પહેલું વૅક્સ મ્યુઝિયમ બની રહેશે.