એ માત્ર ઇન્દિરા ગાંધીનો નિર્ણય નહોતો છતાં તેમણે એની કિંમત જીવ આપીને ચૂકવવી પડી
પી. ચિદમ્બરમ
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ શનિવારે હિમાચલ પ્રદેશના કસૌલીમાં ‘ખુશવંત સિંહ લિટરેચર ફેસ્ટિવલ’માં હાજર રહ્યા હતા. ત્યાં પત્રકાર હરિન્દર બાવેજાના પુસ્તક ‘ધે વિલ શૂટ યુ, મૅડમ’ની ચર્ચામાં ભાગ લીધો હતો. એ દરમ્યાન પી. ચિદમ્બરમે જૂનાં વર્ષોમાં કૉન્ગ્રેસ પાર્ટીએ કરેલા વધુ એક નિર્ણયને ખોટો ગણાવતાં કહ્યું હતું કે ‘હું કોઈ સૈન્ય અધિકારીનું અપમાન કર્યા વિના કહેવા માગું છું કે સુવર્ણમંદિરને પાછું મેળવવાનો રસ્તો ખોટો હતો. થોડાં વર્ષો પછી અમે સૈન્ય વિના એ મંદિર પાછું મેળવવાનો સાચો રસ્તો દેખાડ્યો. ઑપરેશન બ્લુસ્ટાર ખોટો રસ્તો હતો. જોકે હું માનું છું કે શ્રીમતી ગાંધીએ એ ભૂલની કિંમત પોતાનો જીવ દઈને ચૂકવી હતી. જોકે એ નિર્ણય માત્ર તેમનો એકલાંનો નહોતો.’

