Sexual Crime: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક 16 વર્ષીય કિશોરે 5 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો હતો. આ દુર્ઘટના શનિવારે રાત્રે શિવપુરી જિલ્લાના દીનારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક 16 વર્ષીય કિશોરે 5 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો હતો. આ દુર્ઘટના શનિવારે રાત્રે શિવપુરી જિલ્લાના દીનારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
ઘટનાનો વિગતવાર વર્ણન
મળતી માહિતી મુજબ, આરોપી લગ્ન સમારોહમાંથી પાછો ફરતો હતો, ત્યારે તેને બાળકી તેના ઘરમાં એકલી દેખાયી. આરોપીએ લગ્નમાં દારૂ પીધો હતો અને તેણે નિર્દોષ બાળકી સાથે નશાની હાલતમાં ગુનો કર્યો હતો. ઘટનાના લગભગ દોઢ કલાક પછી, પરિવારજનોએ ગુમ થયેલી બાળકીને શોધવા લાગ્યા. અહેવાલ સુનસાન ઘરમાં બાળકી લોહીથી લથપથ અને બેભાન હાલતમાં મળી હતી. તત્કાલ પોલીસને જાણ કરવામાં આવી, અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી. બાળકીની ગંભીર સ્થિતિ જોઈ તરત તેને જિલ્લા હૉસ્પિટલમાં ખસેડવામાં આવી. ડૉક્ટરોએ જણાવ્યું કે, બાળકીની આંતરિક ઈજાઓ ખૂબ ગંભીર છે, જેને કારણે તેણે 28 ટાંકા આવ્યા. આરોપીએ કથિત રીતે નશામાં બાળકીને છત પરથી બહાર કાઢવા માટે ચાલાકી કરી હતી. ત્યારબાદ તેણે તેના પર ક્રૂર હુમલો કરતાં તેનું માથું દિવાલ સાથે ઘણી વખત પટક્યું હતું.
ADVERTISEMENT
ડૉક્ટરો દ્વારા ચોંકાવનારી વિગતો
મેડિકલ ચેકઅપમાં બહાર આવ્યું કે, બાળકીના ચહેરા અને શરીરના અંગત ભાગો પર દાંતના ગંભીર નિશાન છે. ઈજાઓ એટલી ગંભીર હતી કે, તબીબોએ 28 ટાંકા લગાવ્યા અને બાળકી પર કોલૉસ્ટોમીની સર્જરી કરવી પડી.
સમાજમાં આક્રોશ અને તપાસ ચાલુ
આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો. દીનારા પોલીસ સ્ટેશનની ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે.
આવા જ એક કિસ્સામાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 16 વર્ષની એક કિશોરીનો બળાત્કાર કરનાર 22 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે. કિશોરીના ગર્ભવતી હોવાનો ખુલાસો થયા બાદ મામલો સામે આવ્યો હતો. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે યુવતી છ અઠવાડિયાનો ગર્ભ હતો. પોલીસ મુજબ, આરોપી અને પીડિતા નલાસોપારા વિસ્તારની રહેવાસી હતા અને બંને એકબીજાને અગાઉથી ઓળખતા હતા. પોલીસના અહેવાલ મુજબ, યુવતી ઘરમાં એકલી હતી ત્યારે આરોપીએ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું. કિશોરીના ગર્ભવતી હોવાનો ખુલાસો થતા માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે અછોલે પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને શનિવારે ઝડપી લેવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 અને POCSO (Protection of Children from Sexual Offences Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
થાણે: યુવતી પર બળાત્કારનો વીડિયો વાયરલ, ત્રણ આરોપીની ધરપકડ
મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં એક 19 વર્ષની યુવતી સાથે આચરાયેલા દુષ્કર્મનો વીડિયો વાયરલ થતા કેસ નોંધાયો છે. ભિવંડી પોલીસે રવિવારે 22 વર્ષીય આરોપી અને તેની એક સ્ત્રી મિત્ર તથા અન્ય એક શખ્સને પકડી પાડ્યા હતા. પોલીસ અનુસાર, આરોપી પીડિતાને સાથે ફરવા માટે બોલાવીને લોજમાં લઈ ગયો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. એ પછી બે અન્ય શખ્સોએ આ ઘટનાનો વીડિઓ ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયાના એક મહિના બાદ પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તમામ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને મામલાની વધુ તપાસ ચાલી રહી છે.

