ગઈ કાલે ન્યુ દિલ્હીમાં સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ અંગમોએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પરની સુનાવણી ટળી હતી
સોનમ વાંગચુક
ગઈ કાલે ન્યુ દિલ્હીમાં સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ અંગમોએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પરની સુનાવણી ટળી હતી. પહેલી વાર સુનાવણી થઈ ત્યારે જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એન. વી. અંજારિયાની જૉઇન્ટ બેન્ચે કેન્દ્ર સરકાર અને લેહ જિલ્લાધિકારી પાસેથી જવાબ માગ્યો હતો. ગઈ કાલે લેહના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુક રાજ્યની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા અને આવશ્યક સેવાઓને નુકસાન પહોંચાડતી ગતિવિધિઓમાં સામેલ હતા. એને કારણે જ તેમને નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ (NSA) અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં તેમની સાથે કોઈ અનુચિત વ્યવહાર કરવામાં નથી આવ્યો.’
મારો પીછો થઈ રહ્યો છે
ADVERTISEMENT
સોનમ વાંગચુકની પત્ની ગીતાંજિલ અંગમોએ કહ્યું હતું કે ‘હું દિલ્હીમાં આવી છું ત્યારથી સતત મારા પર નજર રાખવામાં આવી રહી છે. મેં નોંધ્યું છે કે ૩૦ સપ્ટેમ્બરે મેં દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સ કરી ત્યારથી મારો પીછો કરવામાં આવે છે. હું જેવી મારા અકોમોડેશનમાંથી બહાર નીકળું છું કે તરત એક કાર અને બાઇક હું જ્યાં જાઉં છું ત્યાં મને ફૉલો કરે છે.’

