રાજકોટમાં રણજી ટ્રોફીની પહેલા રાઉન્ડની મૅચમાં કર્ણાટક અને સૌરાષ્ટ્રના સ્પિનરોને ૩૫માંથી ૩૧વિકેટ મળી હતી, પણ મૅચ ડ્રૉમાં સમાપ્ત થઈ હતી.
રવીન્દ્ર જાડેજા
વિશ્વનો નંબર-વન ટેસ્ટ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા આજથી શરૂ થતી રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં રમતો જોવા મળશે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં મધ્ય પ્રદેશ સામે તે સૌરાષ્ટ્ર તરફથી રમતો જોવા મળશે. ૩૬ વર્ષનો જાડેજા હાલમાં સમાપ્ત થયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝનો હીરો રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાની ટૂર માટે પસંદગી ન થતાં તે ડોમેસ્ટિક ક્રિકેટ રમીને ફૉર્મ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. રાજકોટમાં રણજી ટ્રોફીની પહેલા રાઉન્ડની મૅચમાં કર્ણાટક અને સૌરાષ્ટ્રના સ્પિનરોને ૩૫માંથી ૩૧વિકેટ મળી હતી, પણ મૅચ ડ્રૉમાં સમાપ્ત થઈ હતી.


