મલાઇકાની આ બર્થ-ડે પાર્ટીની તસવીરો સોશ્યલ મીડિયા પર ફરતી થઈ હતી જેમાં થ્રી-ટિયર કેક પણ દેખાતી હતી એના પર 5૦ લખ્યું હતું. મલાઇકાની બહેન અમ્રિતા અરોરાએ મોટી બહેનને ૫૦ વર્ષ પૂરાં કરવા બદલ સોશ્યલ મીડિયા પર વધામણાં આપ્યાં હતાં.
૨૩ ઑક્ટોબરે મલાઇકા અરોરાની વર્ષગાંઠ હતી
૨૩ ઑક્ટોબરે મલાઇકા અરોરાની વર્ષગાંઠ હતી, પણ એ પચાસમી હતી કે બાવનમી એની ચર્ચા સોશ્યલ મીડિયા પર જામી છે. મલાઇકાએ પોતાનો જન્મદિવસ ગોવામાં ઊજવ્યો હતો અને તેણે પોતે એને પચાસમી વર્ષગાંઠ ગણાવી હતી. આ સેલિબ્રેશનમાં તેણે તેના સુપરહિટ આઇટમ-સૉન્ગ ‘છૈયાં છૈયાં’ પર ડાન્સ પણ કર્યો હતો. મલાઇકાની આ બર્થ-ડે પાર્ટીની તસવીરો સોશ્યલ મીડિયા પર ફરતી થઈ હતી જેમાં થ્રી-ટિયર કેક પણ દેખાતી હતી એના પર 5૦ લખ્યું હતું. મલાઇકાની બહેન અમ્રિતા અરોરાએ મોટી બહેનને ૫૦ વર્ષ પૂરાં કરવા બદલ સોશ્યલ મીડિયા પર વધામણાં આપ્યાં હતાં અને બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂરે પણ તેને ગોલ્ડન ગર્લ કહીને ગોલ્ડન બર્થ-ડે પર વિશ કર્યું હતું.
જોકે સોશ્યલ મીડિયા પર કોઈ ચતુર યુઝરે મલાઇકાએ ૨૦૧૯માં ૪૬મી વર્ષગાંઠ ઊજવી હતી ત્યારની તસવીરો ખોળી કાઢી હતી. જો ૨૦૧૯માં તે ૪૬ વર્ષની થઈ હોય તો ૨૦૨૫માં તે બાવન વર્ષની થઈ કહેવાય. આ જ વાત રેડિટ નામના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વ્યક્તિએ ૨૦૧૯ અને ૨૦૨૫ના તેની બર્થ-ડે પાર્ટીના ફોટો પોસ્ટ કરીને લખતાં કહ્યું છે : ‘મલાઇકાએ ૨૦૧૯માં ૪૬મી વર્ષગાંઠ ઊજવી. એનો મતલબ એ થયો કે તેનો જન્મ ૧૯૭૩માં થયો છે. આ લૉજિક પ્રમાણે તેની પચાસમી વર્ષગાંઠ ૨૦૨૩માં હતી, પણ તેણે પચાસમી વર્ષગાંઠ ગુરુવારે ઊજવી. કઈ રીતે? જો તમે કેક વગેરે પર તમારી ઉંમર લખતા હો તો પછી ખોટું કઈ રીતે બોલી શકો.’


