સૌરભ મોરેની આ તસવીર 2 ઑગસ્ટના રોજ એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી. હવે આ તસવીર વાયરલ થઈ રહી છે. તેને ઘણી શૅર કરવામાં આવી રહી છે. તેને ઘણા લાઈક્સ મળ્યા અને સોશિયલ મીડિયા પર આ મુદ્દા પર ચર્ચા પણ શરૂ થઈ છે.
વાયરલ થઈ રહેલી પોસ્ટ (તસવીર: ઇન્સ્ટાગ્રામ)
મહારાષ્ટ્રના પુણેની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ખૂબ જ ચર્ચામાં છે. અહીંના એક ઍન્જિનિયર સૌરભ મોરેની તસવીર વાયરલ થઈ રહી છે. આ ઍન્જિનિયર કંપનીના સહ્યાદ્રી પાર્ક ઑફિસની બહાર ફૂટપાથ પર પડેલો જોવા મળે છે. તે ચાદરથી ઓઢીને સૂતો છે અને તેના માથા નીછે લૅપટૉપ બૅગ છે, જેનો ઓશીકાની જેમ ઉપયોગ કરવાં આવ્યો છે. તેના હાથમાં એક પત્ર છે, જેના પર તેણે લખ્યું છે કે તેને પગાર મળ્યો નથી. તેની પાસે પૈસા નથી, તેથી તેની પાસે ફૂટપાથ પર રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી.
સૌરભ મોરેની આ તસવીર 2 ઑગસ્ટના રોજ એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી. હવે આ તસવીર વાયરલ થઈ રહી છે. તેને ઘણી શૅર કરવામાં આવી રહી છે. તેને ઘણા લાઈક્સ મળ્યા અને સોશિયલ મીડિયા પર આ મુદ્દા પર ચર્ચા પણ શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર, લોકો કંપનીના કર્મચારીઓ સાથેના વર્તન, તેમના બાકી પગાર અને કંપનીના આંતરિક કામકાજ અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. કેટલાક કંપનીના પક્ષમાં છે, જ્યારે મોટાભાગના લોકોએ આ ઍન્જિનિયર પ્રત્યે સહાનુભૂતિ રાખી છે.
ADVERTISEMENT
TCSના સૌરભ મોરેના પત્રમાં શું લખ્યું છે?
View this post on Instagram
સૌરભ મોરેના હાથમાં જે પત્ર દેખાય છે તે હાથથી લખેલો છે. તેમાં લખેલું છે કે, `મેં 29 જુલાઈએ TCS સહ્યાદ્રી પાર્કની પુણે ઑફિસમાં રિપોર્ટ કર્યો હતો. અત્યાર સુધી મારું ID અલ્ટીમેટિક્સ અને TCS સિસ્ટમ પર સક્રિય થયું નથી. મને મારો પગાર આપવામાં આવ્યો નથી. 30 જુલાઈ 2025 ના રોજ એક મીટિંગ યોજાઈ હતી. કહેવામાં આવ્યું હતું કે પગાર આપવામાં આવશે. HR એ મોરેને બીજા દિવસે પેમેન્ટ અકાઉન્ટમાં મોકલશે એવું કહ્યું, હતું પરંતુ એવું કંઈ થયું નહીં.` સૌરભે લખ્યું, `મેં HR ને કહ્યું છે કે મારી પાસે પૈસા નથી. મને TCS ની બહાર ફૂટપાથ પર સૂવા અને રહેવાની ફરજ પડી છે.` TCS HR એ સૌરભના કેસમાં કોઈ જવાબ આપ્યો ન હતો. સૌરભ 29 જુલાઈથી TCS ની સામે ફૂટપાથ પર રહે છે. સૌરભે કહ્યું કે તે રજા પર ગયો હતો. જ્યારે તે પાછો ફર્યો, ત્યારે તેની આંતરિક સિસ્ટમની ઍક્સેસ બ્લૉક થઈ ગઈ હતી. તેનો પગાર બંધ થઈ ગયો હતો. તે હવે રસ્તા પર છે.
TCSનો શું જવાબ હતો?
TCS એ સૌરભ મોરેના કેસ પર એક નિવેદન બહાર પાડ્યું છે. કંપનીએ કહ્યું કે આ પરવાનગી વિના રજા પર જવાનો કેસ છે. ઍન્જિનિયર ઑફિસને કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વિના રજા પર ગયો હતો. કંપનીની માનક પ્રક્રિયા મુજબ, તેનો પગાર બંધ કરી દેવામાં આવ્યો છે. સૌરભ મોરે હવે કામ પર પાછો ફર્યા છે. અમે હાલમાં તેમને રહેવા માટે જગ્યા આપી છે. અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ. હવે તે ઑફિસની બહાર રહેતો નથી.

