Kajol slams journalist: બોલિવૂડ અભિનેત્રી કાજોલનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે, આ વીડિયોમાં પત્રકાર તેને હિન્દીમાં બોલવાનું કહે છે અને તે ગુસ્સે થઈ જાય છે
કાજોલની ફાઇલ તસવીર
૯૦ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી કાજોલ (Kajol) તેની સ્પષ્ટવક્તા શૈલી અને બિન્દાસ બોલવાના સ્વભાવ માટે જાણીતી છે. તાજેતરમાં જ તેણે તેનો ૫૧મો જન્મદિવસ (Kajol Birthday) ઉજવ્યો. આ ખાસ પ્રસંગે, અભિનેત્રીએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કાજોલનો વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કાજોલ હિન્દી ભાષામાં ન બોલવા અંગે વાત કરતી જોવા મળી રહી છે અને તે રિપોર્ટર પર ભડકી (Kajol slams journalist) જાય છે. આ પછી, તેની ઘણી ટીકા થઈ રહી છે અને અભિનેત્રીને હિન્દીમાં ન બોલવા બદલ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.
મંગળવારે કાજોલે મુંબઈ (Mumbai)માં એક એવોર્ડ શો કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ દરમિયાન તેણે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથે ખુલીને વાત કરી હતી. તેણે વાત કરવા માટે મરાઠી ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ જોઈને કેટલાક મીડિયાના લોકોએ અભિનેત્રીને હિન્દીમાં બોલવાનું કહ્યું, જેનો તેણે સ્પષ્ટ ઇનકાર કર્યો અને કહ્યું – ‘હવે હું હિન્દીમાં બોલીશ, જેને સમજવું હોય તે સમજી શકે છે.’
ADVERTISEMENT
અહીં જુઓ વાયરલ વીડિયોઃ
View this post on Instagram
કાજોલે આખી વાતચીત મરાઠી અને અંગ્રેજીમાં ચાલુ રાખી અને ભવિષ્યમાં મરાઠી ફિલ્મ કરવાના પ્રશ્ન પર કહ્યું કે, જો સારી સ્ક્રિપ્ટ આવશે તો તે ચોક્કસ કરશે. આ પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે, કાજોલનો મૂડ સારો નથી અને તે હિન્દીમાં બોલવા માંગતી નથી.
અભિનેત્રીનો આ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. ઘણા યુઝર્સ કાજોલ પર આરોપ લગાવી રહ્યા છે કે તે મહારાષ્ટ્ર (Maharashtra)માં હિન્દી અને મરાઠી ભાષા (Language Row) અંગે ચાલી રહેલા વિવાદમાં મરાઠી ભાષાનું સમર્થન કરી રહી છે. તો કેટલાક લોકો તેના પક્ષમાં વાત કરતા જોવા મળ્યા હતા.
કાજોલનું આ નિવેદન થોડા કલાકોમાં ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયું અને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. કેટલાકે તેને ઘમંડી ગણાવી, જ્યારે કેટલાકે કહ્યું કે "જો તેને હિન્દીથી આટલી તકલીફ છે, તો તે હિન્દી ફિલ્મોમાં કેમ કામ કરે છે?" લોકો કાજોલના વાયરલ વીડિયો પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક જણે લખ્યું - જો તે હિન્દીનો આદર કરતી નથી અને તેને નફરત કરે છે, તો તે તેની ફિલ્મોનું હિન્દીમાં ભાષાંતર કેમ કરે છે? બીજાએ લખ્યું - તે કેમ ભૂલી જાય છે કે ભારતીય સિનેમા અને હિન્દી ફિલ્મોએ તેને શરૂઆત આપી છે અને પછી ફક્ત એક જ ભાષા પ્રત્યે પક્ષપાત કેમ? તેણે બિન-હિન્દી ફિલ્મો કરવી જોઈતી હતી, જેઓ તેને સમજવા અને જોવા માંગે છે તેઓએ ફિલ્મ જોવી જોઈતી હતી.
જોકે, આ પહેલી વાર નથી કે અભિનેત્રી કાજોલ કોઈ પ્રકારના વિવાદમાં ફસાઈ હોય. આ પહેલા પણ તે ઘણા વિવાદોનો ભાગ રહી ચૂકી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કાજોલની ફિલ્મ સરઝમીન (Sarzameen) તાજેતરમાં જ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) અને પૃથ્વીરાજ સુકુમારન (Prithviraj Sukumaran) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ જીયો હોટસ્ટાર (JioHotsatr) પર રિલીઝ થઈ છે. આ પહેલા આ વર્ષે કાજોલની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ મા (Maa) આવી હતી.

