Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Asia Cup 2025: બુમરાહ બહાર, શ્રેયસ ઇન, પંત શંકાસ્પદ…આ છે ભારતની સંભવિત ટીમ

Asia Cup 2025: બુમરાહ બહાર, શ્રેયસ ઇન, પંત શંકાસ્પદ…આ છે ભારતની સંભવિત ટીમ

Published : 06 August, 2025 10:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

India’s squad for Asia Cup 2025: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને સાઈ સુદર્શનને મળી શકે છે ટીમમાં સ્થાન; જોઈ લો ટીમ ઈન્ડિયાની સંભવિત ટીમ

જસપ્રીત બુમરાહ, રિષભ પંત, શ્રેયસ અય્યર

જસપ્રીત બુમરાહ, રિષભ પંત, શ્રેયસ અય્યર


એશિયન ક્રિકેટ કાઉન્સિલ (Asian Cricket Council)એ ૯ સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates)માં શરૂ થનારા એશિયા કપ ૨૦૨૫ (Asia Cup 2025) માટેનું સંપૂર્ણ સમયપત્રક સત્તાવાર રીતે જાહેર કર્યું છે. જેમ જેમ એશિયા કપ 2025 નજીક આવી રહ્યો છે, તેમ તેમ ભારતની સંભવિત ટીમ (India’s squad for Asia Cup 2025)ની ચર્ચાઓ જોર પકડી રહી છે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India) ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં ટીમની જાહેરાત કરી શકે છે. ત્યારે જોઈએ આ ટીમમાં કોને સ્થાન મળી શકે છે અને કોણ બહાર થશે.


યુએઈ (UAE)માં ૯ સપ્ટેમ્બરથી શરુ થનારા એશિયા કપ ૨૦૨૫માં આઠ ટીમો ભાગ લેશે અને તે અબુ ધાબી (Abu Dhabi) અને દુબઈ (Dubai)માં રમાશે, જેમાં કુલ ૧૯ મેચ રમાશે. ટુર્નામેન્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે, ત્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટ યુવા અને અનુભવને સંતુલિત કરતી ટીમને અંતિમ સ્વરૂપ આપવા પર કામ કરી રહી છે.



દરમિયાન માહિતી એ છે કે, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ની ગેરહાજરી સંભવિત છે, જે વર્કલોડ મેનેજમેન્ટને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર રહેવાની ધારણા છે. મોહમ્મદ શમી (Mohammed Shami) હજી ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો હોવાથી ટુર્નામેન્ટમાં તેનું પણ રમવું શંકા હેઠળ છે. શમીની ગેરહાજરી હર્ષિત રાણા (Harshit Rana) જેવા યુવાન ઝડપી બોલર માટે દરવાજા ખોલી શકે છે.


ભારતના નિયુક્ત T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav), સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી પછી ફિટનેસ પર કામ કરી રહ્યો છે. તે નેશનલ ક્રિકેટ એકેડેમી (National Cricket Academy)માં તાલીમ લઈ રહ્યો છે, ત્યારે તેની ઉપલબ્ધતા અનિશ્ચિત છે. જો તે ટીમમાં નહીં હોય, તો હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટીમનું નેતૃત્વ કરશે તેવી સંભાવના છે.

ટીમમાં શ્રેયસ ઐયર (Shreyas Iyer)નો પણ સમાવેશ થઈ શકે છે, જેણે ઇન્ડિયન પ્રિમિયર લીગ(IPL)ની વર્તમાન સિઝન દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેટિંગ યુનિટમાં તેની સાથે સંજુ સેમસન (Sanju Samson), તિલક વર્મા (Tilak Varma), અભિષેક શર્મા (Abhishek Sharma), કેએલ રાહુલ (KL Rahul) અને ધ્રુવ જુરેલ (Dhruv Jurel) જેવા નામો જોડાઈ શકે છે.


ઇંગ્લેન્ડ (England) ટેસ્ટ શ્રેણી દરમિયાન રિષભ પંત (Rishabh Pant)ના પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું અને તેને કુલ છ અઠવાડિયાનો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ શું તે સમયસર ફિટ થશે કે નહીં, તે એક પ્રશ્ન છે.

અક્ષર પટેલ (Axar Patel) ઉપ-કપ્તાન તરીકે અને ઓલરાઉન્ડર તરીકે ટીમનું નેતૃત્વ કરે તેવી અપેક્ષા છે, જેમાં વોશિંગ્ટન સુંદર (Washington Sundar)નો સાથ રહેશે. બોલિંગ વિભાગમાં, મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) અને અર્શદીપ સિંહ (Arshdeep Singh)ની પસંદગી લગભગ નિશ્ચિત છે, જ્યારે પ્રસિધ્ધ ક્રિષ્ના (Prasidh Krishna) પણ દાવેદારીમાં છે. કુલદીપ યાદવ (Kuldeep Yadav) અને વરુણ ચક્રવર્તી (Varun Chakaravarthy) બે મુખ્ય સ્પિનર હોવાની શક્યતા છે.

આ છે એશિયા કપ ૨૦૨૫ માટે ભારતની સંભવિત ટીમ

સૂર્યકુમાર યાદવ (C), હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, સંજુ સેમસન, અભિષેક શર્મા, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, તિલક વર્મા, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા/મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંઘ, પ્રસિધ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી

Whatsapp-channel Whatsapp-channel

06 August, 2025 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK