આ વર્ષે ૧૭.૫ લાખ કરતાં પણ વધુ ભક્તોએ બાબા કેદારનાં દર્શન કર્યાં હોવાના અહેવાલ મળ્યા હતા
કપાટ બંધ થવાની વિધિ સમયે સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ના ઘોષથી ગૂંજી ઊઠ્યું હતું
ગઈ કાલે ભાઈબીજના અવસરે કેદારનાથ ધામનાં કપાટ બંધ કરવામાં આવ્યાં હતાં. કપાટ બંધ થવાની વિધિ સમયે સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ના ઘોષથી ગૂંજી ઊઠ્યું હતું. ત્યાર બાદ શિયાળાની ઋતુ માટેની ગાદી ઉખીમઠ પહોંચવા માટે બાબા કેદારની પંચમુખી ઉત્સવ ડોલી રવાના થઈ હતી. સવારે સાડાઆઠ વાગ્યાના શુભ મુહૂર્તે ધામનાં કપાટ બંધ કરવામાં આવ્યાં હતાં. શ્રદ્ધાળુઓએ મંદિરનાં કપાટ બંધ થવાની વિધિમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ વર્ષે ૧૭.૫ લાખ કરતાં પણ વધુ ભક્તોએ બાબા કેદારનાં દર્શન કર્યાં હોવાના અહેવાલ મળ્યા હતા.
ભાઈબીજની ભાવસભર ઉજવણી
ADVERTISEMENT

ગઈ કાલે દેશમાં ઠેર-ઠેર ભાઈબીજની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક થઈ હતી. આ પવિત્ર પર્વના અવસરે ભક્તોએ યમુના નદીમાં ડૂબકી મારી હતી. અનેક શ્રદ્ધાળુઓ ભાઈબીજ નિમિત્તે યમુનામાં વિધિ કરતા પણ જોવા મળ્યા હતા. મથુરા સહિતની અનેક જેલોની બહાર બહેનો લાંબી લાઇનમાં ઊભેલી જોવા મળી હતી. તેઓ ભાઈબીજના તહેવાર માટે જેલમાં રહેલા તેમના ભાઈને મળવાની રાહ જોઈ રહી હતી.


