Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બાંદરા-વેસ્ટમાં આવતી કાલે ૧૪ કલાક પાણી નહીં આવે

બાંદરા-વેસ્ટમાં આવતી કાલે ૧૪ કલાક પાણી નહીં આવે

Published : 09 February, 2026 09:38 AM | Modified : 09 February, 2026 09:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમારકામ મંગળવારે સવારે ૧૦ વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી ચાલવાનું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાલી હિલ જળાશયની ૯૦૦ મિલીમીટરની પાઇપલાઇનમાંથી થતું પાણીનું લીકેજ અટકાવવાનું હોવાથી મંગળવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના વૉટર ડિપાર્ટમેન્ટ દ્વારા એનું સમારકામ હાથ ધરાવાનું છે એટલે બાંદરા-વેસ્ટના મોટા ભાગના વિસ્તારોમાં આવતી કાલે પાણી નહીં આવે.

આ સમારકામ મંગળવારે સવારે ૧૦ વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી ચાલવાનું છે એટલે BMCના H-વેસ્ટ વૉર્ડ હેઠળ આવતા મોટા ભાગના વિસ્તારોમાં ૧૪ કલાક પાણી-સપ્લાય નહીં થાય, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી આવશે પણ પ્રેશર ઓછું હશે. BMCએ લોકોને પાણી સાચવીને અને થોડા દિવસ ઉકાળીને પીવાની સલાહ આપી છે. 



આ વિસ્તારોને પાણી નહીં મળે


હિલ રોડ, પેરી રોડ, મૅન્યુઅલ ગૉન્સાલ્વિઝ રોડ, સેન્ટ ઍન્ડ્ર્યુઝ રોડ, સેન્ટ પૉલ રોડ, કાર્ટર રોડ, પાલી ગાવ, શેર્લી ગાવ, કાંતવાડી, ખારદાંડા, કોળીવાડા, દાંડાપાડા, ચુઇમ ગાવઠણ, ગઝરબાંધ ઝૂંપડપટ્ટી, ખાર-વેસ્ટનો કેટલોક ભાગ, હનુમાનનગર ઝૂંપડપટ્ટી, લક્ષ્મીનગર, કાર્ટર રોડ, યુનિયન પાર્ક રોડ-નંબર એકથી ૧૪ અને અન્ય વિસ્તારો. 


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK