Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગુરુગ્રામમાં ફ્લાયઑવર પરથી ટ્રક પડી, જોરદાર વિસ્ફોટ પછી લાગી આગ

ગુરુગ્રામમાં ફ્લાયઑવર પરથી ટ્રક પડી, જોરદાર વિસ્ફોટ પછી લાગી આગ

Published : 11 July, 2025 06:55 PM | Modified : 12 July, 2025 07:01 AM | IST | Gurugram
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Truck Falls off Bridge in Gurugram: ગુરુગ્રામમાં એક મોટી દુર્ઘટના બની છે. ગુરુગ્રામ-સોહના એલિવેટેડ નેશનલ હાઇવે પર ધુનેલા ગામ નજીક મુંબઈ રાઉન્ડઅબાઉટના ફ્લાયઓવર પરથી એક ટ્રક નીચે પડી ગયો. મળતી માહિતી મુજબ, ટ્રક નીચે પડ્યા પછી, એક જોરદાર વિસ્ફોટ સંભળાયો

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)


ગુરુગ્રામમાં એક મોટી દુર્ઘટના બની છે. ગુરુગ્રામ-સોહના એલિવેટેડ નેશનલ હાઇવે પર ધુનેલા ગામ નજીક મુંબઈ રાઉન્ડઅબાઉટના ફ્લાયઓવર પરથી એક ટ્રક નીચે પડી ગયો. મળતી માહિતી મુજબ, ટ્રક નીચે પડ્યા પછી, એક જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો જેના પછી ટ્રકમાં આગ લાગી ગઈ હતી.


માલસામાનથી ભરેલી આ ટ્રક લગભગ 25 ફૂટની ઊંચાઈથી પડી. ટ્રક જમીન પર પડતાં જ તેનો ડ્રાઈવર બારીમાંથી કૂદી ગયો. તેને પણ ઘણી ઈજાઓ થઈ.



ટ્રક જોઈને, એક રાહદારી કાર ચાલકે ગાડી રોકી અને અન્ય બે લોકોની મદદથી ઘાયલ ડ્રાઈવરને ખાનગી વાહનમાં સોહના સિવિલ હૉસ્પિટલ લઈ ગયો. ટ્રકમાં મુસાફરી કરી રહેલા ડ્રાઈવરના મામાનો દીકરાને પણ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો. બંને ડ્રાઈવરની ઓળખ યુપીના રહેવાસી સદાબ અને દિલ્હી મુકુંદપુરના રહેવાસી સાહિલ તરીકે થઈ છે.


આ ટ્રક મુંબઈથી દિલ્હી આવી રહી હતી. સાહિલે જણાવ્યું કે ફ્લાયઓવર પરથી ટ્રક નીચે પડવા લાગ્યો કે તરત જ તેણે બારી ખોલી અને કૂદી પડ્યો. ડ્રાઈવરને સિવિલ હૉસ્પિટલથી ગુરુગ્રામ રિફર કરવામાં આવ્યો છે. ટ્રકમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ચાર ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. માલસામાનથી ભરેલી આ ટ્રક લગભગ 25 ફૂટની ઊંચાઈથી પડી. ટ્રક જમીન પર પડતાં જ તેનો ડ્રાઈવર બારીમાંથી કૂદી ગયો. તેને પણ ઘણી ઈજાઓ થઈ.

તાજેતરમાં, મુંબઈમાંથી કાળજું કંપાવનરો એક્સિડન્ટ સામે આવ્યો છે. આજે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બોરિવલીથી અંધેરી તરફ જઇ રહેલ બેસ્ટ બસને ટ્રકની જોરદાર ટક્કર લાગી હતી. આ ટક્કર એટલી ભયાવહ હતી કે બસમાં બેઠેલા કેટલાંક પેસેન્જર્સ ઘાયલ થયા છે.  પ્રાથમિક રિપોર્ટ અનુસાર આ બસ ખૂબ જ સ્પીડમાં જઇ રહી હતી. ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગમાવ્યો અને તે પાછળથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. ઈજાગ્રસ્ત પેસેન્જર્સને જોગેશ્વરીની હિંદુહ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કૅર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદ્નસીબે વહેલી સવાર હોવાથી બસમાં ઓછા પેસેન્જર્સ હતા.

બંને વાહનોને પણ થયું છે નુકસાન
એક્સિડન્ટ એટલો ભયંકર હતો કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે તૂટી ગયો છે અને ટ્રકનો પાછળનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો છે. ટક્કર થયા બાદ બંને વાહનોમાં આગ પણ લાગી હતી. પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. વનરાઈ પોલીસ સ્ટેશનમાં બસ ચાલક સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક્સિડન્ટ થયા બાદ થોડા સમય માટે ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાઇ હતી, પરંતુ પોલીસ ટ્રાફિકને ફરીથી પૂર્વવત કર્યો છે. ઈજાગ્રસ્ત પેસેન્જર્સને જોગેશ્વરીની હિંદુહ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કૅર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદ્નસીબે વહેલી સવાર હોવાથી બસમાં ઓછા પેસેન્જર્સ હતા.


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2025 07:01 AM IST | Gurugram | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK