Udhampur Encounter: પહલગામ હુમલા બાદથી ભારતીય સેના એલર્ટ મોડ પર કામ કરી રહી છે. આ જ કારણ છે કે છેલ્લા 24 કલાકમાં સેનાની આ બીજી કાર્યવાહી છે.
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં જ થયેલા પહલગામ આંતકી હુમલા બાદ હવે જમ્મુ કાશ્મીરના ઉધમપુરના (Udhampur Encounter) બસંતગઢમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હોવાની માહિતી મળી રહી છે. ઉધમ્પુર એન્કાઉન્ટરમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હોવાની વાતે ફરી દેશભરમાં ગમગીની છવાઈ ગઈ છે. અત્યારે આ વિસ્તારને કવર કરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓને શોધવામાં આવી રહ્યા છે. આ અથડામણમાં ભારતીય સેનાના એક જવાનને ઘણી ઇજાઓ પહોંચી હતી. અને સારવાર દરમીયાન તેણે પોતાના પ્રાણનું આહુતિ આપી દીધી હતી.
Udhampur Encounter: અત્યારે જે માહિતી મળી રહી છે તે અનુસાર આ સ્થળે આતંકવાદીઓની હાજરી હજી પણ છે. માહિતીના આધારે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આજે દુડ્ડુ-બસંતગઢ વિસ્તારમાં ગોળીબાર થયો હતો અને આ એન્કાઉન્ટર હજુ પણ ચાલી રહ્યું છે. એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે ભારતીય સેનાએ બેથી ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. સેના અત્યારે તો ચારે બાજુથી આતંકવાદીઓને નિશાન બનાવી રહી છે. આ વિસ્તારમાં ભયબો માહોલ સર્જાયો છે. ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બેઉ બાજુએથી તીવ્ર ગોળીબારનો અવાજ સાંભળાઈરહ્યો છે.
ADVERTISEMENT
હાલમાં આ વિષમ પરિસ્થિતિમાં ઘટનાસ્થળે ભારે ફોર્સ તૈનાત છે. પહલગામ હુમલા બાદથી ભારતીય સેના એલર્ટ મોડ પર કામ કરી રહી છે. આ જ કારણ છે કે છેલ્લા 24 કલાકમાં સેનાની આ બીજી કાર્યવાહી છે. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં ખીણમાં 60થી વધુ વિદેશી આતંકવાદીઓ (Udhampur Encounter) મોજૂદ છે.
આ સાથે જ મળતી માહિતી અનુસાર બાંદીપોરા પોલીસે F-Coy 3જી BN-CRPF અને 13 RR AJAS કેમ્પ સાથે મળીને સાદુનારા AJAS ખાતે નાકાબંધી કરી. તપાસ દરમિયાન, પોલીસે રઈસ અહેમદ ડાર અને મોહમ્મદ શફી ડારની ધરપકડ કરી હતી. આ આતંકવાદીઓ પાસેથી કેટલીક વસ્તુઓ સુદ્ધાં જપ્ત કરવામાં આવી છે. જેમાં 2 એસોલ્ટ રાઇફલ, દારૂગોળો, યુદ્ધ સાધનો, કારતૂસ, પાકિસ્તાની ચલણ, ચોકલેટ અને સિગારેટના પેકેટનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. અહીં પણ મોટા પાયે આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે.
પહલગામ બાદ ભારતીય સેના એક્ટિવ
Udhampur Encounter: પહલગામમાં થયેલા હુમલામાં લશ્કરી ગણવેશમાં સજ્જ આતંકવાદીઓએ પહેલા પહલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું હતું. તેમના ઓળખપત્રો તપાસ્યા બાદ તેમને ગોળી મારીને હત્યા કરી દીધી, જ્યારે પ્રવાસીઓએ કહ્યું કે અમે હિન્દુ છીએ ત્યારે આંતકવાદીઓએ ગોળી મારી નાખી હતી.
પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ 3 જુલાઈથી શરૂ થતી શ્રી અમરનાથ યાત્રા પહેલા આ કરપીણ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

