Gautam Gambhir Death Threat: ભારતીય ટીમના હેડ કોચને ISIS કાશ્મીરે ધમકીભર્યો ઈમેલ મોકલ્યો છે – ‘I will kill you’; ગૌતમ ગંભીરે પોલીસમાં નોંધાવી ફરિયાદ
ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર
ભારતીય ટીમ (Indian Cricket Team)ના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ – ભાજપ (Bharatiya Janata Party – BJP) સાંસદ ગૌતમ ગંભીર (Gautam Gambhir)ને આતંકવાદી સંગઠન આઇએસઆઇેસ કાશ્મીર (ISIS Kashmir) તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પછી, ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસ (Delhi Police)નો સંપર્ક કર્યો અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. સુત્રોના જણાવ્યા અનુસાર, ગૌતમ ગંભીરે ઔપચારિક રીતે FIR નોંધવાની વિનંતી કરી. મળતી માહિતી મુજબ, પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
ગૌતમ ગંભીરને ૨૨ એપ્રિલના રોજ બે ધમકીભર્યા ઈમેલ (Gautam Gambhir Death Threat) મળ્યા હતા. એક બપોરે અને બીજો સાંજે આવ્યો હતો. બંને ઈમેલમાં `હું તને મારી નાખીશ` એવો સંદેશ લખેલો હતો. ધમકી મળ્યા બાદ, ગંભીરના અંગત સચિવ ગૌરવ અરોરા દ્વારા દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં તેમના પર્સનલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આ ધમકી ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી હતી. ગૌતમ ગંભીરના અંગત સચિવે ઇમેઇલ દ્વારા SHO રાજેન્દ્ર નગર અને DCP સેન્ટ્રલને ફરિયાદ કરી હતી અને આ ધમકીનો ઉલ્લેખ કર્યો હતો. દિલ્હી પોલીસને કરેલી ફરિયાદમાં લખ્યું હતું, `પ્રિય સાહેબ, નમસ્તે. જેમ આપણે વાત કરી રહ્યા છીએ, કૃપા કરીને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર (ભૂતપૂર્વ સાંસદ) ના મેઇલ આઈડી પર મળેલા ધમકીભર્યા મેઇલ્સ શોધો. કૃપા કરીને તે મુજબ એફઆઈઆર દાખલ કરો અને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરો. અન્ય કોઈપણ પ્રશ્નો માટે, કૃપા કરીને જવાબ આપો અથવા સંપર્ક કરો.`
ADVERTISEMENT
આ ધમકી મળ્યા બાદ ગૌતમ ગંભીરે કાયદા અમલીકરણ અધિકારીઓને તેમના પરિવાર અને તેમના નજીકના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરી. દિલ્હી પોલીસ ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ મામલાની તપાસ કરશે અને ગૌતમ અને તેના નજીકના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેશે.
મંગળવારે, પહેલગામના બૈસરન ખીણમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર (Pahalgam Terrorist Attack) કર્યો હતો, જેમાં બે વિદેશીઓ સહિત ૨૬ નાગરિકોના મોત થયા હતા. ત્યારબાદ ગૌતમ ગંભીરે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. તેણે એક્સ પર લખ્યું હતું કે, ‘હું મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરું છું. આ માટે જવાબદાર લોકોએ કિંમત ચૂકવવી પડશે. ભારત સ્ટ્રાઇક કરશે.’
Praying for the families of the deceased. Those responsible for this will pay. India will strike. #Pahalgam
— Gautam Gambhir (@GautamGambhir) April 22, 2025
નોંધનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે ગૌતમ ગંભીરને આવી ધમકી મળી હોય. નવેમ્બર ૨૦૨૧માં, જ્યારે ગંભીર સાંસદ તરીકે સેવા આપી રહ્યા હતા, ત્યારે પણ તેમને આવો ઈમેલ મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર હાલમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે. તેમને T20 વર્લ્ડ કપ 2024 પછી જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. અગાઉ તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL) ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઈડર્સ – કેકેઆર (Kolkata Knight Riders – KKR) સાથે જોડાયેલા હતા. ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ પણ રહી ચૂક્યા છે.

