ઉત્તરાખંડના હલ્દવાનીમાં દારૂની પાર્ટીમાં બબાલ થવાથી દોસ્તોએ પહેલાં યુવકને મારી નાખ્યો અને પછી સાક્ષી ન રહે એ માટે તેની પ્રેમિકાને પણ મારી નાખી
પ્રેમી યુગલ
ઉત્તરાખંડના હલ્દવાનીમાં વૅલેન્ટાઇન વીકની ઉજવણી દરમ્યાન એક પ્રેમી યુગલની હત્યા થઈ હતી. અલમોડાનો શુભમ અને નૈનીતાલમાં રહેતી લક્ષ્મીની પ્રેમકહાની એક મેડિકલ સ્ટોરથી શરૂ થઈ હતી. બન્ને એક પાર્ટીમાં મજા કરી રહ્યાં હતાં ત્યારે કેટલાક સ્થાનિક દારૂડિયા યુવાનોએ લક્ષ્મી સાથે છેડછાડ કરવાનું શરૂ કર્યું. શુભમે તેમનો વિરોધ કર્યો અને તેમની વચ્ચે હાથાપાઈ થઈ ગઈ.
ઝઘડો એટલો વધ્યો કે દારૂ પીને છાકટા થયેલા યુવાનોએ શુભમને પથ્થર મારીને કચડી નાખ્યો હતો. જોકે એ પછી પુરાવા દૂર કરવા માટે તેમણે લક્ષ્મીને પણ પથ્થરથી મારી-મારીને કચડી નાખી હતી.
ADVERTISEMENT
મેડિકલ સ્ટોરમાં કામ કરતી લક્ષ્મી પાસેથી દવા લેવાના બહાને થયેલી મુલાકાતોથી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જોકે ખોટા દોસ્તો સાથે દારૂ પીવાની આદતે તેમની પ્રેમકહાણીનો અંત આણી દીધો હતો.


