વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ૧૬ કોચ છે જેમાં ૧૧ AC-થ્રી ટિયર, ૪ AC-ટૂ ટિયર અને ૧ AC ફર્સ્ટ ક્લાસ કોચ છે.
પ્રતીકાત્મક તસવીર
વંદે ભારતની સ્લીપર ટ્રેનની સવાઈ માધોપુર-કોટા-નાગડા સેક્શન વચ્ચે ટ્રાયલરન થઈ હતી. એ વખતે ટ્રેને ટૉપ સ્પીડ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની પકડી હતી એવું ભારતીય રેલવેના વેસ્ટ સેન્ટ્રલ રેલવે ઝોન દ્વારા કહેવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેલવેનું મિશન ગતિશક્તિ છે, જેમાં સ્પીડ અને એફિશ્યન્સી બન્ને વધારવા માટે કામ થઈ રહ્યું છે. આ ટ્રાયલ સફળ થતાં મિશન ગતિ શક્તિનો માઇલસ્ટોન અચીવ થવામાં હવે કોઈ અવરોધ નથી.
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ૧૬ કોચ છે જેમાં ૧૧ AC-થ્રી ટિયર, ૪ AC-ટૂ ટિયર અને ૧ AC ફર્સ્ટ ક્લાસ કોચ છે.