આ વિડિયો ક્યાંનો છે અને ખરેખર એ સાચો છે કે પછી ખાસ ફિલ્માવાયો છે એની પુષ્ટિ થઈ શકી નથી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં સારવાર લઈ રહેલા દરદીઓની વચ્ચે એક લૈલા બેલી ડાન્સ કરતી દેખાય છે. વિડિયોની સાથે લખવામાં આવ્યું છે કે ગંભીર બીમારીને કારણે એક પિતાને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે દીકરાને છેલ્લી ઇચ્છા કહી હતી કે દુબઈવાળી ડાન્સરોનો ડાન્સ જોવો છે. દીકરાએ ડાન્સરો બોલાવીને હૉસ્પિટલના રૂમમાં જ એ પર્ફોર્મન્સ કરાવી દીધો. એ જોઈને લોકો મજાકમાં કહી રહ્યા છે કે હવે હૉસ્પિટલમાં નવી ડાન્સ-થેરપી શરૂ થઈ ગઈ છે. અલબત્ત, આ વિડિયો ક્યાંનો છે અને ખરેખર એ સાચો છે કે પછી ખાસ ફિલ્માવાયો છે એની પુષ્ટિ થઈ શકી નથી.
