કટોકટીના ૫૦ વર્ષ પૂરા થવાના પ્રસંગે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કરતા, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, ‘આ બધું એક પરિવારના કારણે થયું... `કિસ્સા કુર્સી કા` નામની એક ફિલ્મ છે, અને આ ત્રણ શબ્દો કટોકટી લાદવાનું કારણ યોગ્ય રીતે જણાવે છે. જ્યારે કોઈ પરિવારને રાષ્ટ્રથી ઉપર ગણવામાં આવે છે, ત્યારે કટોકટી જેવી ઘટનાઓ બને છે.’