ન્યુઝ બહાર આવ્યા બાદ શાસક તાલિબાને જે પ્રતિક્રિયા આપી એ વધુ ચર્ચાસ્પદ બની છે. તાલિબાને પુરુષને છોકરીને તેના ઘરે લઈ જતાં અટકાવ્યો હતો
હેલમન્ડ પ્રાંતમાં ૪૫ વર્ષના એક પુરુષે માત્ર ૬ વર્ષની છોકરી સાથે લગ્ન કર્યાં હોવાની ઘટના બની છે
અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ મહિલાઓની હાલત બદતર થવા લાગી છે અને હાલમાં જ હેલમન્ડ પ્રાંતમાં ૪૫ વર્ષના એક પુરુષે માત્ર ૬ વર્ષની છોકરી સાથે લગ્ન કર્યાં હોવાની ઘટના બની છે. આ ન્યુઝ બહાર આવ્યા બાદ શાસક તાલિબાને જે પ્રતિક્રિયા આપી એ વધુ ચર્ચાસ્પદ બની છે. તાલિબાને પુરુષને છોકરીને તેના ઘરે લઈ જતાં અટકાવ્યો હતો અને કહ્યું હતું કે છોકરી જ્યાં સુધી ૯ વર્ષની થાય નહીં ત્યાં સુધી તેના ઘરે રહેશે અને પછી જ તેને તેના પતિ પાસે મોકલી શકાય છે. આ પુરુષ પહેલાં જ બે મહિલાઓ સાથે લગ્ન કરી ચૂક્યો છે. તેણે ૬ વર્ષની છોકરીના બદલામાં તેના પરિવારને પૈસા ચૂકવ્યા હોવાનું કહેવાય છે. બાળકીના પિતા અને લગ્ન કરનારા પુરુષની ધરપકડ થઈ છે, પણ તેમની સામે કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી. આ કેસથી ભારે આક્રોશ ફેલાયો છે, પરંતુ આ લગ્ન ગેરમાન્ય થયાં નથી. તાલિબાન શાસન હેઠળ લગ્ન માટે હાલમાં કોઈ કાયદેસર લઘુતમ વય નથી.

