ફેફસાંના કૅન્સર વિશેની જાગૃતિના આ અભિયાનમાં ફૅન્સ અને કૉમેન્ટેટર્સ પણ લાલ રંગનાં કપડાંમાં જોવા મળ્યા હતા
ફેફસાંના કૅન્સર વિશેની જાગૃતિ માટે લૉર્ડ્સ રંગાયું લાલ રંગમાં
લૉર્ડ્સ ટેસ્ટ-મૅચના બીજા દિવસે ઇંગ્લૅન્ડના પ્લેયર્સ સ્પેશ્યલ લાલ રંગના લોગો, નામ, નંબરવાળી ટેસ્ટ-જર્સી પહેરીને રમ્યા હતા. રુથ સ્ટ્રૉસ ફાઉન્ડેશનના અભિયાનના ભાગરૂપે રમતની શરૂઆત પહેલાં ઇંગ્લૅન્ડના પ્લેયર્સ સાથે ભારતીય ક્રિકેટર્સ પણ લાલ રંગની ટોપી પહેરીને મેદાન પર આવ્યા હતા.
ફેફસાંના કૅન્સર વિશેની જાગૃતિના આ અભિયાનમાં ફૅન્સ અને કૉમેન્ટેટર્સ પણ લાલ રંગનાં કપડાંમાં જોવા મળ્યા હતા. આ ફાઉન્ડેશન અને આ અભિયાનની શરૂઆત ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ઍન્ડ્રુ સ્ટ્રૉસે વર્ષ ૨૦૧૮માં પોતાની પત્ની રુથની યાદમાં કરી હતી જેણે ફેફસાંના કૅન્સરને કારણે જીવ ગુમાવ્યો હતો. છેલ્લાં છ વર્ષમાં ક્રિકેટ-ફૅન્સની ઉદારતા અને સમર્થન દ્વારા ફાઉન્ડેશને ૩૫૦૦થી વધુ પરિવારોને મદદ કરી છે અને ૧૦૦૦થી વધુ કૅન્સરકૅર પ્રોફેશનલ્સને તાલીમ આપી છે.

