લૅરી એલિસનના યુનિવર્સિટી ઑફ મિશિગનનાં કામોમાં જૉલિન યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ્સ કરાવવામાં મહત્ત્વનો રોલ ધરાવે છે.
ઑરેકલ કંપનીના ચૅરમૅન લૅરી એલિસને તેમનાથી ૪૮ વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યાં
હજી થોડા દિવસ પહેલાં જ થોડાક કલાકો માટે વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિ બની જઈને ઑરેકલ કંપનીના ચૅરમૅન લૅરી એલિસને વિશ્વભરમાં તહલકો મચાવ્યો એ જ વખતે તેમની અંગત જિંદગીમાં પણ એક મહત્ત્વની ઘટના ઘટી. થોડા દિવસ પહેલાં જ તેમણે તેમનાથી ૪૮ વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યાં છે. તેમની નવી પાર્ટનર જસ્ટ ૩૩ વર્ષની છે અને તેનું નામ છે જૉલિન ઝુ. યુનિવર્સિટી ઑફ મિશિગનમાં ગ્રૅજ્યુએટ થયેલી જૉલિન મૂળે ચાઇનીઝ છે અને મલ્ટિનૅશનલ ગ્લોબલ સિટિઝનશિપ ધરાવે છે. લૅરી એલિસનનાં આ પાંચમા લગ્ન છે. લૅરી એલિસનના યુનિવર્સિટી ઑફ મિશિગનનાં કામોમાં જૉલિન યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ્સ કરાવવામાં મહત્ત્વનો રોલ ધરાવે છે. લૅરી અને જૉલિન બન્ને ૨૦૧૮ની સાલથી જાહેરમાં સાથે દેખાય છે.

