Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગ્વાલિયરના એક ઘરમાં ૩ દિવસમાં ૨૦ વાર આગ લાગી

ગ્વાલિયરના એક ઘરમાં ૩ દિવસમાં ૨૦ વાર આગ લાગી

Published : 08 October, 2026 12:46 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશનના સિકંદર કંપુ વિસ્તારમાં જિતેન્દ્ર થોરાત નામના ભાઈના ઘરમાં થોડા-થોડા સમયે અચાનક નાની-નાની આગ ફાટી નીકળે છે.

શનિવારે સાંજે પહેલી વાર ઘરની બહાર નર્સરીના છોડની વચ્ચેના ઢેરમાં આગ લાગી હતી

અજબ ગજબ

શનિવારે સાંજે પહેલી વાર ઘરની બહાર નર્સરીના છોડની વચ્ચેના ઢેરમાં આગ લાગી હતી


મધ્ય પ્રદેશનના સિકંદર કંપુ વિસ્તારમાં જિતેન્દ્ર થોરાત નામના ભાઈના ઘરમાં થોડા-થોડા સમયે અચાનક નાની-નાની આગ ફાટી નીકળે છે. શનિવારે સાંજે પહેલી વાર ઘરની બહાર નર્સરીના છોડની વચ્ચેના ઢેરમાં આગ લાગી હતી. એને ઠારી તો થોડીક વાર પછી ગોદરેજના કબાટની અંદર રાખેલી સાડીઓમાં આગ લાગી. બાલદીઓ ભરીને પાણી રેડવાથી એ આગ બુઝાઈ જાય છે. જોકે એ પછી સોફા અને પલંગ પર પણ આગ લાગી. પ્રથમ ૪૮ કલાકમાં ૧૮ વાર આગ લાગી હતી. જોકે એ પછીના દિવસે આગની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરિવારજનોએ મહત્ત્વનો સામાન કાઢીને અલગ કરી દીધો છે જેથી કબાટમાં કે ક્યાંય આગ લાગે તો એને તરત બચાવી શકાય. એમ છતાં કુલ ૩ દિવસમાં ૨૦ વાર આગ લાગી છે. જિતેન્દ્ર થોરાતનું કહેવું છે કે આગ લાગવાની ઘટનાના બીજા દિવસે અમે ફાયર-બ્રિગેડને જાણ કરી રાખી હતી. અગ્નિશમનદળના બે લોકો અમારે ઘરે કલાકો સુધી રોકાયા હતા. તેમને પણ આગ લાગવાનું કારણ સમજાયું નહોતું. આ આગ એવડી મોટી નહોતી કે એમાં આખું ઘર બળીને ખાખ થઈ જાય; પરંતુ આગને કારણે આસપાસના કપડાં, ગાદલાં, કાગળિયાં ખરાબ થઈ જઈ રહ્યા છે. અગ્નિશમનદળના લોકોને પણ આગ લાગવા પાછળ કોઈ શૉર્ટસર્કિટ નહીં પરંતુ ચોક્કસ કેમિકલનું રીઍક્શન હોવાની સંભાવના લાગે છે.

આ પહેલાં જૂન મહિનામાં મધ્ય પ્રદેશના અંતારી ગામમાં બાઘેલ બ્રધર્સના ઘરમાં પણ આવી જ રીતે રહસ્યમય રીતે આગ ફાટી નીકળતી હોવાની ઘટના ચર્ચામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 12:46 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK