રિક્ષાની કાયાપલટ કરવામાં કેટલો ખર્ચ લાગ્યો છે એ જાણવામાં લોકોને રસ છે, પણ ડ્રાઇવરભાઈ એ વાત ટાળી દે છે.
એમાં એક લક્ઝરી કારમાં હોય એ બધું જ છે.
મહારાષ્ટ્રના બાડનેરના એક રિક્ષાવાળાએ પોતાની ઑટોને લક્ઝરી વાહનમાં ફેરવી નાખી છે. એમાં એક લક્ઝરી કારમાં હોય એ બધું જ છે. ઍર-કન્ડિશનિંગ, પાવર વિન્ડોઝ, કન્વર્ટિબલ સીટ અને મૉડર્ન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ બધું જ એમાં છે. રિક્ષાની અંદરનું ઇન્ટીરિયર પણ ચેન્જ કરી દેવામાં આવ્યું છે. AC બરાબર ચાલે એ માટે રિક્ષાને દરવાજા લગાવી દેવાયા છે અને એનો ડોર ખોલવાની વ્યવસ્થા બિલકુલ કાર જેવી જ છે. રિક્ષામાં બેઠાં-બેઠાં તમે વિન્ડોનો કાચ ઉપર-નીચે કરી શકો છો. ધારો કે આ રિક્ષામાં લાંબી સફર કરવાની થાય તો અંદરની સીટ લાંબી કરી દઈ શકાય છે જેથી એમાં આડા પડી શકાય એટલી જગ્યા થઈ જાય છે. કારની જેમ જ રિક્ષાના પાછળના ભાગમાં ડિકી બનાવી છે જ્યાં તમે સામાન મૂકી શકો છો અને એ લૉક પણ થઈ શકે છે. ડ્રાઇવરે ખૂબ મહેનત કરીને પોતાની રિક્ષાને લક્ઝરી કારને ટક્કર આપે એટલી સુવિધાઓથી સજ્જ કરી દીધી છે. રિક્ષાની કાયાપલટ કરવામાં કેટલો ખર્ચ લાગ્યો છે એ જાણવામાં લોકોને રસ છે, પણ ડ્રાઇવરભાઈ એ વાત ટાળી દે છે.


