તાત્કાલિક સારવાર મળી રહેતાં બાળક અને માતા બન્ને સ્વસ્થ હતાં. પ્રયાગરાજના સંગમ ક્ષેત્રમાં જન્મેલી આ બાળકીનું નામ ગંગા રાખવામાં આવ્યું છે.
દીકરી ગંગા
પ્રયાગરાજમાં ચાલી રહેલા ઐતિહાસિક માઘમેળામાં મૌની અમાવસ્યાનું સ્નાન કરવા આવેલી રાગિણી નામની એક પ્રેગ્નન્ટ મહિલાને અચાનક લેબર પેઇન ઊપડતાં સરકારી હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. તે ખાસ મધ્ય પ્રદેશના નેહરા ગામથી સ્નાન કરવા આવી હતી. માઘમેળાના ભાવિકો માટે જ બનેલી ખાસ હૉસ્પિટલમાં આ સીઝનની પહેલી ડિલિવરી થતાં સ્વાસ્થ્ય વિભાગ અને મેળા પ્રશાસનના લોકો પણ ખુશ થઈ ગયા હતા. તાત્કાલિક સારવાર મળી રહેતાં બાળક અને માતા બન્ને સ્વસ્થ હતાં. પ્રયાગરાજના સંગમ ક્ષેત્રમાં જન્મેલી આ બાળકીનું નામ ગંગા રાખવામાં આવ્યું છે.


