ઉત્તર પ્રદેશના અલીગઢમાં શનિવારે બપોરે એક ચાલતી સ્કૂલબસની ફર્શ અચાનક તૂટી ગઈ હતી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉત્તર પ્રદેશના અલીગઢમાં શનિવારે બપોરે એક ચાલતી સ્કૂલબસની ફર્શ અચાનક તૂટી ગઈ હતી. તળિયું તૂટી જતાં બસમાં બેઠેલી આઠ વર્ષની એક નાનકડી બાળકી એ બાકોરામાંથી નીચે સરકી ગઈ અને બસના પાછળના પૈડા નીચે કચડાઈને મૃત્યુ પામી હતી. બસ તરત રોકવામાં આવી હતી, પરંતુ એ પહેલાં બાળકીના શરીર પરથી પૈડું ફરી વળ્યું હતું. ડ્રાઇવર મૃત બાળકીને બસમાં મૂકીને ત્યાંથી ભાગવા માંડ્યો હતો, પરંતુ આસપાસના લોકોએ તેને પકડી પાડ્યો હતો.
