ઉત્તરાખંડના પિથોરાગઢમાં ૧૩મીથી ‘સેના ભરતી મેળો’ શરૂ થયો છે અને ૨૭ નવેમ્બર સુધી ચાલશે. રોજગારી મળે એ માટે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી યુવાનો સેનાના ભરતી મેળામાં જઈ રહ્યા છે, પણ ત્યાં પહોંચવા માટે પણ યુદ્ધ કરવું પડે એવી સ્થિતિ છે.
બસની ડિકીમાં બેસીને યુવકો સૈનિક બનવા પહોંચ્યા
ઉત્તરાખંડના પિથોરાગઢમાં ૧૩મીથી ‘સેના ભરતી મેળો’ શરૂ થયો છે અને ૨૭ નવેમ્બર સુધી ચાલશે. રોજગારી મળે એ માટે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી યુવાનો સેનાના ભરતી મેળામાં જઈ રહ્યા છે, પણ ત્યાં પહોંચવા માટે પણ યુદ્ધ કરવું પડે એવી સ્થિતિ છે. કારણ કે ટનકપુર સુધી ટ્રેનમાં પહોંચી શકાય, પણ ત્યાંથી પિથોરાગઢ જવા માટે પૂરતી વ્યવસ્થા નથી. બસ-સ્ટૅન્ડ પર યુવાનોની ભીડ જામી ગઈ અને સ્થિતિ કાબૂ બહાર જતી રહી એટલે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. યુવાનોને ગમે તેમ કરીને પિથોરાગઢ પહોંચવું હતું એટલે કેટલાક યુવકો બસની ડિકીમાં બેસી ગયા હતા.