Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્પેસમાં અવકાશયાત્રીએ બિહૂ ડાન્સ કર્યો

સ્પેસમાં અવકાશયાત્રીએ બિહૂ ડાન્સ કર્યો

Published : 21 April, 2026 02:30 PM | IST | Assam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ટરનૅશનલ સ્પેસ-સ્ટેશન પર એક અમેરિકન અવકાશયાત્રી માઇક ફિન્કેએ તાજેતરમાં સ્પેસ-સ્ટેશનમાં આસામીઝ બિહૂ ડાન્સ કરતો વિડિયો શૅર કર્યો હતો. માઇકભાઈની પત્ની આસામની છે. આસામમાં નવા વર્ષના અવસરે રોંગાલી બિહૂ નામનો ઉત્સવ મનાવાય છે.

સ્પેસમાં અવકાશયાત્રીએ બિહૂ ડાન્સ કર્યો

સ્પેસમાં અવકાશયાત્રીએ બિહૂ ડાન્સ કર્યો


ઇન્ટરનૅશનલ સ્પેસ-સ્ટેશન પર એક અમેરિકન અવકાશયાત્રી માઇક ફિન્કેએ તાજેતરમાં સ્પેસ-સ્ટેશનમાં આસામીઝ બિહૂ ડાન્સ કરતો વિડિયો શૅર કર્યો હતો. માઇકભાઈની પત્ની આસામની છે. આસામમાં નવા વર્ષના અવસરે રોંગાલી બિહૂ નામનો ઉત્સવ મનાવાય છે. માઇક ફિન્કે પત્નીના કલ્ચરને પ્રમોટ કરવા માટે પારંપરિક લાલ રંગનો ગમછો પહેરીને બિહૂ નૃત્ય કરતો દેખાય છે અને બૅકગ્રાઉન્ડમાં બિહૂનાં પ્રસિદ્ધ ગીતો વાગે છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ આ વિડિયો શૅર કરીને લખ્યું હતું, ‘ઇન્ટરનૅશનલ સ્પેસ-સ્ટેશનમાં બિહૂ.’


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 02:30 PM IST | Assam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK