Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટર શાપૂર ઝદરાન ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે

અફઘાનિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટર શાપૂર ઝદરાન ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે

Published : 21 April, 2026 03:53 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્લ્ડ કપ અને IPL દરમ્યાન અફઘાનિસ્તાનના મોટા ભાગના ખેલાડીઓ હૉસ્પિટલમાં તેની મુલાકાત લઈ ચૂક્યા છે. 

શાપૂર ઝદરાન

શાપૂર ઝદરાન


અફઘાનિસ્તાનનો ભૂતપૂર્વ ઝડપી બોલર શાપૂર ઝદરાન દિલ્હીની એક હૉસ્પિટલના ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. ૩૮ વર્ષનો શાપૂર હિમોફેગોસાયટિક લિમ્ફોહિસ્ટિઓસાયટોસિસ (HLH)ના અદ્યતન સ્વરૂપથી પીડાઈ રહ્યો છે. આ એક રૅર, જીવલેણ રોગ છે જેમાં રોગપ્રતિકારક શક્તિ નિષ્ફળ થવા માંડે છે. રાશિદ ખાન અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સંપર્ક પાસેથી મદદ માગ્યા બાદ શાપૂરને ભારતના ફાસ્ટ-ટ્રૅક વીઝા મળ્યા હતા. ૨૦૦૯થી ૨૦૨૦ દરમ્યાન અફઘાનિસ્તાન માટે ૪૪ વન-ડે અને ૩૬ T20 રમનાર આ ખેલાડીને જાન્યુઆરીમાં પહેલી વખત હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવો પડ્યો હતો. ૬ ફુટ ૩ ઇંચ ઊંચાઈ ધરાવતા આ ખેલાડીનું વજન ૯૮થી ઘટીને ૮૪ કિલો થઈ ગયું છે. આ પરિસ્થિતિમાં તે ભાગ્યે જ બોલી રહ્યો છે અને સતત ઊંઘી રહ્યો છે. ૪ ભાઈઓ અને ૬ બહેનોમાં તે સૌથી મોટો છે અને થોડા સમયથી પરિવારનો સૌથી મોટો સભ્ય છે. વર્લ્ડ કપ અને IPL દરમ્યાન અફઘાનિસ્તાનના મોટા ભાગના ખેલાડીઓ હૉસ્પિટલમાં તેની મુલાકાત લઈ ચૂક્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 03:53 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK