Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પહેલી વાર જ ચોરી કરવા માટે નીકળેલા ચોરને ભાગવા જતાં હાર્ટ-અટૅક આવ્યો, મરી ગયો

પહેલી વાર જ ચોરી કરવા માટે નીકળેલા ચોરને ભાગવા જતાં હાર્ટ-અટૅક આવ્યો, મરી ગયો

Published : 26 June, 2026 11:52 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોરના પરિવારે કહ્યું હતું કે તેને પહેલેથી જ હાર્ટની તકલીફ હતી એટલે તેનું મૃત્યુ હાર્ટ-અટૅકને કારણે થયું હોવાની શંકા જણાવવામાં આવી હતી

વાઇરલ થયેલા વિડિયો પર અમુક યુઝરે આ ઘટનાને કર્મનું ફળ પણ ગણાવી દીધું હતું

અજબ ગજબ

વાઇરલ થયેલા વિડિયો પર અમુક યુઝરે આ ઘટનાને કર્મનું ફળ પણ ગણાવી દીધું હતું


માણસનાં કર્મો તેની સાથે જ ચાલતાં હોય છે. બૅન્ગલોરના એક મોબાઇલ-સ્નૅચરને તેનાં કર્મોનું ફળ તરત જ મળી ગયું હતું. બૅન્ગલોરમાં એક રાહદારીનો મોબાઇલ આંચકીને ભાગી રહેલા ચોરને અચાનક હાર્ટ-અટૅક આવી ગયો હતો અને ઘટનાસ્થળે જ તેણે જીવ ગુમાવ્યો હતો. એમાં પણ ૧૮ વર્ષનો આ ચોર પહેલી વાર ચોરી કરી રહ્યો હતો એટલે પકડાઈ જવાના ડરથી ગભરાઈ ગયો હતો. ચોર તેના સાગરીત સાથે સ્કૂટર પર હજી માંડ ૨૫૦ મીટર જેટલો આગળ ગયો હશે ત્યાં જ એક મજૂરે પોતાના ખભા પર ઉઠાવેલી ગૂણી ભાગી રહેલા ચોરના સ્કૂટર પર મારી દીધી હતી, જેને કારણે બન્ને ચોર ફુટપાથ પર પડી ગયા હતા. ત્યાં જ આ ચોરનું મૃત્યુ થઈ ગયું હતું. જોકે ચોરના પરિવારે કહ્યું હતું કે તેને પહેલેથી જ હાર્ટની તકલીફ હતી એટલે તેનું મૃત્યુ હાર્ટ-અટૅકને કારણે થયું હોવાની શંકા જણાવવામાં આવી હતી. વાઇરલ થયેલા વિડિયો પર અમુક યુઝરે આ ઘટનાને કર્મનું ફળ પણ ગણાવી દીધું હતું.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 11:52 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK