ઘટના વખતે શિવાનીના જમણા હાથે ફ્રૅક્ચર હતું એટલે તેણે ડાબા હાથે વધુ જોર આપીને દીપકને મોતને ઘાટ ઉતાર્યો હતો.
દીપક તેની પત્ની શિવાની
ઉત્તર પ્રદેશના બિજનૌરમાં થોડા દિવસ પહેલાં રેલવે-કર્મચારી દીપક કુમારના મૃત્યુના કેસમાં પોલીસે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. દીપકને તેની પત્ની શિવાની સાથે વારંવાર ઝઘડા થતા રહેતા હતા. દીપકને પત્ની પર શંકા પણ રહેતી હતી કે તેનું ક્યાંક બીજે ચક્કર ચાલે છે. આખરે શિવાનીને પતિને મારી નાખીને તેની રેલવેની નોકરી હડપી લેવી હતી. એ માટે તેણે પતિને મખાણામાં નશીલો પદાર્થ આપી દીધો અને પછી રાતે ઊંઘમાં તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. તેણે પરિવારજનોને કહ્યું કે પતિનું હાર્ટ-અટૅકથી મૃત્યુ થઈ ગયું છે. જોકે પરિવારજનોને શંકા જતાં તેમણે પોસ્ટમૉર્ટમ કરાવતાં ખબર પડી હતી કે દીપકનું મોત ગળું દબાવવાથી થયું છે. ઘટના વખતે શિવાનીના જમણા હાથે ફ્રૅક્ચર હતું એટલે તેણે ડાબા હાથે વધુ જોર આપીને દીપકને મોતને ઘાટ ઉતાર્યો હતો.

