એક ભરચક રોડ પર ગટરનો મૅનહોલ ખુલ્લો પડ્યો છે. એનું ઢાંકણું દૂર-દૂર સુધી ક્યાંય દેખાતું નથી.
સ્પીડમાં આવતો બાઇકર હજી મૅનહોલ જોઈ શકે એ પહેલાં તો તેની બાઇક અંદર પડી જાય છે.
સોશ્યલ મીડિયા પર ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહેલો વિડિયો કયા શહેરનો છે એની કોઈ ચોખવટ નથી થઈ, પરંતુ એમાં જે જોવા મળ્યું છે એ ટૂ-વ્હીલરના ચાલકોને ડરાવી મૂકે એવું છે. એક ભરચક રોડ પર ગટરનો મૅનહોલ ખુલ્લો પડ્યો છે. એનું ઢાંકણું દૂર-દૂર સુધી ક્યાંય દેખાતું નથી. કેટલાંય વાહનો એ મૅનહોલથી બચીને આગળ વધી જાય છે. જોકે એક કારની પાછળ આવી રહેલો બાઇકર આગળના આ ઢાંકણા વિનાની ગટરથી સાવ બેખબર છે. કારચાલક બે પૈડાંની વચ્ચેથી મૅનહોલ પસાર કરી લે છે, પણ પાછળથી સ્પીડમાં આવતો બાઇકર હજી મૅનહોલ જોઈ શકે એ પહેલાં તો તેની બાઇક અંદર પડી જાય છે. નસીબ સારું કે તે પોતે ગટરમાં નથી પડતો, પણ આગળનું પૈડું મૅનહોલમાં પડતાં તે રોડ પર માથાભેર પટકાય છે અને એની બાઇક ગટરમાં સરકી જાય છે. સ્વાભાવિક છે કે આ વિડિયો જોઈને સ્થાનિક અધિકારીઓ પર લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો છે.

