Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરો જેની સાથે પ્રેમલગ્ન કરવાનો હતો તે છોકરી તો પોતાની દીકરી નીકળી

દીકરો જેની સાથે પ્રેમલગ્ન કરવાનો હતો તે છોકરી તો પોતાની દીકરી નીકળી

Published : 22 June, 2026 03:24 PM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે એમ છતાં માએ તેમનાં લગ્ન કરાવ્યાં કેમ કે દીકરો દત્તક લીધેલો હતો

પરણીને વહુ નહીં પણ દીકરી જ ઘરમાં આવી

અજબ ગજબ

પરણીને વહુ નહીં પણ દીકરી જ ઘરમાં આવી


ચીનમાં એક અનોખી ઘટના બની. સુજૌ નામના ગામમાં એક મા પોતાના દીકરાનાં લગ્નની તૈયારીઓ હોંશે-હોંશે કરી રહી હતી ત્યારે તેને જીવનનો સૌથી આશ્ચર્યજનક આંચકો મળ્યો હતો. દીકરો પ્રેમલગ્ન કરી રહ્યો હતો અને તે પહેલી વાર પોતાની દીકરાની વહુને મળી રહી હતી. દુલ્હાની મા એ માટે ખૂબ જ ઉત્સુક હતી. જોકે જેવી દુલ્હનને જોઈ કે તેના મનમાં હલચલ મચી. કન્યાના હાથ પર એક બર્થમાર્ક હતો. આ એવો જ બર્થમાર્ક હતો જેવો ૨૦ વર્ષ પહેલાં ખોવાયેલી તેની દીકરીના હાથમાં હતો. દીકરી સાવ ચાર-પાંચ વર્ષની હતી ત્યારે જ ખોવાઈ ગયેલી અને ૨૦ વર્ષ સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં મહિલા આશા ખોઈ ચૂકી હતી કે હવે તેને દીકરી મળશે.

જોકે દીકરાના વહુના સ્વરૂપમાં જે કન્યા આવી તે જ તેની દીકરી નીકળતાં તે જબરદસ્ત ખુશ થઈ ગઈ. તેણે દુલ્હનનાં માતા-પિતા પાસે જઈને સવાલ કર્યો કે આ તમારી પોતાની દીકરી છે કે દત્તક લીધેલી? તે દત્તક લીધેલી દીકરી હતી અને તેમણે તે છોકરીને કોઈક ચોર પાસેથી રેસ્ક્યુ કરીને બચાવી હતી.



આ સાંભળીને કન્ફર્મ થઈ ગયું કે દીકરાની પત્ની તરીકે જે આવી રહી છે તે તેની જ દીકરી છે. મા-દીકરીનું મિલન એકદમ ઇમોશનલ થઈ ગયું. જોકે એ જોઈને કેટલાક લોકોને ચિંતા થઈ કે હવે દીકરાના પ્રેમનું શું? શું તેણે પોતાના ભાઈને પ્રેમ કરેલો? હવે ભાઈ સાથે કઈ રીતે લગ્ન કરાય? જોકે આ વાર્તામાં હજીયે એક ટ્વિસ્ટ હતો તે એ કે પેલી મહિલાનો જે દીકરો હતો તે પણ દત્તક લીધેલો હતો. તેની સાથે મહિલાને લોહીનો કોઈ સંબંધ નહોતો. એટલે લગ્ન એમ જ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યાં. મહિલાએ દીકરાનાં પ્રેમલગ્ન કરાવવાની તૈયારી કરી હતી, પણ હકીકતમાં તેની દીકરીનાં લગ્ન થઈ ગયાં અને પરણીને વહુ નહીં પણ દીકરી જ ઘરમાં આવી. 


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 03:24 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK