Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મંદિરમાં ચડાવેલી નોટ પર ભગવાનને વિચિત્ર વિનંતી લખી હતી... ક્રૂર આન્ટી જલદી મરી જાય એવું કરો ભગવાન

મંદિરમાં ચડાવેલી નોટ પર ભગવાનને વિચિત્ર વિનંતી લખી હતી... ક્રૂર આન્ટી જલદી મરી જાય એવું કરો ભગવાન

Published : 22 June, 2026 03:14 PM | IST | Anantapur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંદિરના પ્રશાસનનું કહેવું છે કે આ પ્રકારની નકારાત્મક અને અનયુઝવલ વિનંતી પહેલી વાર જોઈ છે

 ભગવાનને અર્પણ કરાયેલી એક ચલણી નોટ પર એક વિચિત્ર મેસેજ

અજબ ગજબ

ભગવાનને અર્પણ કરાયેલી એક ચલણી નોટ પર એક વિચિત્ર મેસેજ


આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં પંપાનુર ગામ પાસે સુબ્રમણ્યેશ્વર સ્વામીનું મંદિર છે. સામાન્ય રીતે દાનપેટીમાં મૂકેલી ચલણી નોટ પર ભક્તો ભગવાનને કોઈ રિક્વેસ્ટ કરવી હોય તો લખતા હોય છે. આ મંદિરની દાનપેટીમાંથી ભગવાનને અર્પણ કરાયેલી એક ચલણી નોટ પર એક વિચિત્ર મેસેજ જોવા મળ્યો. સામાન્ય રીતે લોકો પ્રભુનાં ચરણે ધનસંપત્તિ, નોકરી અને સારા સ્વાસ્થ્યની કામના કરતી પ્રાર્થના લખતા હોય છે, પરંતુ ૨૦ રૂપિયાની નોટ પર ભક્તે કંઈક એવું લખ્યું છે જે આ પહેલાં કદાચ કોઈએ નહીં લખ્યું હોય. એ નોટ પર લખ્યું છે, ‘સ્વામી, હું મારી આન્ટીની હેરાનગતિથી પરેશાન છું. તેનો ત્રાસ હવે સહન નથી થતો. કૃપયા સુનિશ્ચિત કરો કે હવે તે જલદી મરી જાય.’

મંદિરના પ્રશાસનનું કહેવું છે કે આ પ્રકારની નકારાત્મક અને અનયુઝવલ વિનંતી પહેલી વાર જોઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 03:14 PM IST | Anantapur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK