અનુજિત શિવમ નામના યુઝરે તેને મળેલા ચલાનની વિગતો શૅર કરીને લખ્યું હતું, ‘માત્ર ૧ કિલોમીટર પ્રતિ કલાક. બસ આટલું જ. સ્પીડ-કૅમેરામાં કારનું જે ભૌગોલિક લોકેશન નોંધ્યું હતું એ ઍટલાન્ટિક સમુદ્રની વચ્ચે આવે છે.’ એવો દાવો થઈ રહ્યો છે.
ઓવર સ્પીડિંગ ચલાન
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે મૂકેલા કૅમેરાને કારણે અનેક છબરડા થાય છે. જોકે યમુના એક્સપ્રેસવે પર ચાલતી એક કારનું અજીબ કારણોસર ૨૦૦૦ રૂપિયાનું ચલાન કપાયું. આ એક્સપ્રેસવે પર ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ લિમિટ છે, જોકે કારચાલક ૧૦૧ કિલોમીટરની સ્પીડે જતો હતો એટલે તેનું ચલાન કપાયું હતું. નવાઈની વાત એ છે કે ચલાનમાં કૅમેરાએ વાહનનું લોકેશન ઍટલાન્ટિક મહાસાગરની વચ્ચે બતાવ્યું હતું.
અનુજિત શિવમ નામના યુઝરે તેને મળેલા ચલાનની વિગતો શૅર કરીને લખ્યું હતું, ‘માત્ર ૧ કિલોમીટર પ્રતિ કલાક. બસ આટલું જ. સ્પીડ-કૅમેરામાં કારનું જે ભૌગોલિક લોકેશન નોંધ્યું હતું એ ઍટલાન્ટિક સમુદ્રની વચ્ચે આવે છે.’ એવો દાવો થઈ રહ્યો છે કે કાયદાકીય રીતે મોટર વ્હીકલ્સ ઍક્ટ મુજબ નિર્ધારિત સ્પીડ-લિમિટમાં પાંચ ટકા સુધીની છૂટછાટ મળવાપાત્ર છે, તેથી ૧૦૧ કિલોમીટરની ઝડપ માટે ફાટેલો આ મેમો કાયદાનું ઉલ્લંઘન છે અને એ દંડ ન ભરવો જોઈએ.
