ઑનલાઇન શૉપિંગ કરતી વખતે કપડાં તમારા ફોટો પર ટ્રાય કરીને જોઈ શકાશે
ChatGPT તમે પસંદ કરેલી પ્રોડક્ટ તમારા પર ગોઠવીને તમારો વર્ચ્યુઅલ લુક તૈયાર કરીને આપશે
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પ્લૅટફોર્મ ChatGPTએ ઑનલાઇન શૉપિંગ કરવાનું સરળ બનાવવા માટે બે નવાં ફીચર શરૂ કર્યાં છે. એક છે વર્ચ્યુઅલ ટ્રાય-ઑન અને બીજું છે ફેવરિટ. વર્ચ્યુઅલ ટ્રાય-ઑન ફીચરની મદદથી યુઝર્સ ઑનલાઇન વેબસાઇટ પરથી સર્ચ કરેલા કપડાં કે ઍક્સેસરીઝ તમારા પર કેવાં લાગશે એ ચેક કરી શકશે. એ માટે પહેલાં તમારે સેલ્ફી અથવા તો ફુલ લેન્ગ્થ ફોટો અપલોડ કરવાનો રહેશે. એ પછી ChatGPT તમે પસંદ કરેલી પ્રોડક્ટ તમારા પર ગોઠવીને તમારો વર્ચ્યુઅલ લુક તૈયાર કરીને આપશે. બીજા ફીચરમાં તમારી પાસે તમને ગમતાં ગાર્મેન્ટ્સ કે ઍક્સેસરીઝની સ્ટાઇલનો ફોટો અપલોડ કરીને એ સ્ટાઇલને મળતાં આવતાં કપડાં કે ઍક્સેસરીઝ ઑનલાઇન શોધવામાં મદદ કરશે.
