રાજકીય ખેંચતાણ વચ્ચે ગાંધી અને શાસ્ત્રી જયંતીએ દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વડા પ્રધાન અને ખડગે વાતચીત કરતા દેખાયા હતા
રાજકીય પ્રહારો વચ્ચે શુક્રવારે સંસદભવનમાંથી રસપ્રદ તસવીર અને વિડિયો સામે આવ્યાં છે. મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતીએ શ્રદ્ધાંજલિ આપતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી એકસાથે જોવા મળ્યાં હતાં.
નરેન્દ્ર મોદી, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ એકબીજાને હાથ જોડીને અભિવાદન કર્યું હતું. વડા પ્રધાન અને ખડગે વાતચીત કરતા દેખાયા હતા. આ પ્રસંગે સ્પીકર ઓમ બિરલા, ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ નીતિન નબીન, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડા અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
ADVERTISEMENT
વડા પ્રધાને બાળકો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે સત્ય, અહિંસા, કરુણા અને સેવાનું ઉદાહરણ એવું બાપુનું જીવન અને તેમનો શાશ્વત સંદેશ ઉત્તમ સમાજ તથા વિકસિત ભારત માટે માર્ગદર્શન આપતો રહેશે. ચૂંટણીપંચ અને સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે ચાલતી ખેંચતાણ વચ્ચે આ મુલાકાત થઈ છે. રાહુલ ગાંધી BJP પર કાવતરાનો આરોપ લગાવે છે, જ્યારે BJPનું કહેવું છે કે જો SIRમાં ગરબડ થઈ તો કેરલમમાં કૉન્ગ્રેસ કેવી રીતે જીતી.
