Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૨ વર્ષ સુધી એકાંતવાસમાં રહેશે ૩૧ વર્ષના આ જૅપનીઝ સાધુ

૧૨ વર્ષ સુધી એકાંતવાસમાં રહેશે ૩૧ વર્ષના આ જૅપનીઝ સાધુ

Published : 03 October, 2026 11:57 AM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોગાકુ તાકુજ નવમી સદીમાં બનેલા ગુફા જેવા મંદિર અને એની આસપસાના મર્યાદિત સ્ક્વેર મીટરના જ વિસ્તારમાં રહીને તપસ્યા કરશે

સોગાકુ તાકુચી નામના ૩૧ વર્ષના બૌદ્ધ સાધુએ મહાન તપસ્યા શરૂ કરી દીધી છે

અજબ ગજબ

સોગાકુ તાકુચી નામના ૩૧ વર્ષના બૌદ્ધ સાધુએ મહાન તપસ્યા શરૂ કરી દીધી છે


જપાનમાં બૌદ્ધ ધર્મની સૌથી મુશ્કેલ ગણાતી પરંપરાઓ મુજબ સોગાકુ તાકુચી નામના ૩૧ વર્ષના બૌદ્ધ સાધુએ મહાન તપસ્યા શરૂ કરી દીધી છે. આ તપસ્યા દરમ્યાન સાધુ માઉન્ટ હિઈ પર જ રહેશે. અહીં એક નાનકડા મંદિર જેવું છે જ્યાં આ સાધુ એકાંતવાસમાં રહેશે. અત્યંત વિષમ આબોહવા ધરાવતા આ પર્વત પર ભોજન, પાણીની વ્યવસ્થા પણ તેમણે જાતે જ કરવાની રહેશે. આ તપસ્યા ૧૨ વર્ષની છે. એ દરમ્યાન તેઓ કોઈને મળી નહીં શકે. સોગાકુ તાકુજ નવમી સદીમાં બનેલા ગુફા જેવા મંદિર અને એની આસપસાના મર્યાદિત સ્ક્વેર મીટરના જ વિસ્તારમાં રહીને તપસ્યા કરશે. મોટા ભાગનો સમય ઉપવાસ અને તપમાં જ જશે. આખા વર્ષ દરમ્યાન ઉપવાસ અને તપનું શેડ્યુલ ફૉલો કર્યા બાદ જો તેઓ આ તપસ્યામાં સર્વાઇવ થશે તો એ તપ ૨૦૩૮ની ૧૧ સપ્ટેમ્બરે પૂરું જાહેર થશે. બૌદ્ધ ધર્મની પરંપરા મુજબ સાલ પછી આ અત્યંત કપરી તપસ્યા કરનારા આ ૧૧૮મા સાધુ છે. કહેવાય છે કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એ પછી આ તપસ્યા માત્ર ૭ સાધુઓએ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2026 11:57 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK