Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > Chhattisgarh News: પોતે જ પીસેલી ટામેટાંની ચટણી ખાધા બાદ મહિલાનું મોત! કારણ જાણ્યા બાદ સૌ હેરાન

Chhattisgarh News: પોતે જ પીસેલી ટામેટાંની ચટણી ખાધા બાદ મહિલાનું મોત! કારણ જાણ્યા બાદ સૌ હેરાન

Published : 17 February, 2025 10:13 AM | Modified : 18 February, 2025 07:04 AM | IST | Chhattisgarh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Chhattisgarh News: 25 વર્ષના કાર્તિક રામ નામની વ્યક્તિની પત્ની બસંતીનું મોત થયું છે. હવે એ પાછળનું કારણ જાણીને તમનેય નવાઈ લાગશે. 

ટૉમેટો ચટણીની પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ટૉમેટો ચટણીની પ્રતીકાત્મક ફાઇલ તસવીર


છત્તીસગઢમાંથી એક ચોંકાવનારા સમાચાર (Chhattisgarh News) મળ્યા છે. અહીં કોરબા જિલ્લામાં બિંજરા નામના ગામમાં અજીબોગરીબ ઘટના બની છે. 25 વર્ષના કાર્તિક રામ નામની વ્યક્તિની પત્ની બસંતીનું મોત થયું છે. હવે એ પાછળનું કારણ જાણીને તમનેય નવાઈ લાગશે. 


ટામેટાંની ચટણી ખાધા બાદ મહિલાને બેચેની થવા લાગી- ઊલટી ને ઝાડા થયા 



રોજ પ્રમાણે કાર્તિક રામ સવારે ખાઈને કામ પર ગયો હતો. ત્યાં જ થોડીવારમાં તેને ફોન કરીને ખબર આપવામાં આવે છે કે તેની પત્નીની હાલત ખરાબ છે, તેને સખત ઉલટી આવી રહી છે અને ઝાડા પણ થઇ રહ્યાં છે. હવે વાત એમ છે કે બસંતીએ ટામેટાંમાં ઝેર ભેળવ્યું હતું અને તેને જ્યાં ઊંદરો આવતા હતા ત્યાં મૂકી દીધું હતું જેથી ઉંદર એ ઝેર વાળું ટામેટું ખાઈ જાય તો મરી જાય, પણ બન્યું એવું કે કાર્તિક રામને આ વાતની જાણ નહોતી. એણે તો નીચે પડેલું ટામેટું ફરી બીજા ટામેટાંઓની સાથે મૂકી દીધું હતું. પછી તેની પત્ની બસંતીએ એ જ ટોપલામાંથી પેલું ઝેર ભેળવેલું ટામેટું લઈ તેની ચટણી બનાવી હતી. આ ચટણી ખાધા બાદ તેની તબિયત બગડી (Chhattisgarh News) હતી અને તેને જિલ્લા તબીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાની માહિતી મળી રહી છે.


ઉંદરોથી બચવા કર્યો હતો ઉપાય પણ...

આ આખી ચોંકાવનારી ઘટના મુદ્દે કાર્તિક રામ જણાવે છે કે, "ઘરમાં ઉંદરનો ઘણો જ ત્રાસ હતો. ઉંદરો ઘરની ઘણી વસ્તુઓને નુકસાન પહોંચાડતા હતા. ખાસ તો ખાવા-પીવાની વસ્તુઓને નુકસાન કરતાં હતા. કપડાં અને અન્ય વસ્તુઓ પણ કાતરી ખાતા હતા. આવા ઉંદરોના ત્રાસથી બચવા માટે જ પત્ની બસંતીએ આ રીતે ટામેટાંમાં ઝેર ભેળવીને ઉંદરોને મારવાની આઇડિયા કરી હતી. પરંતુ તેનેય ખબર નહીં હોય કે તેની સાથે આવી ઘટના (Chhattisgarh News) બનશે. 


જિલ્લા હોસ્પિટલના વડાનું પણ નિવેદન સામે આવ્યું છે. દાઉદ કુજુર આ કેસ મુદ્દે જણાવે છે કે પરિવારનું નિવેદન નોંધવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઝેરયૂખત પ્રવાહી કોઈ ઈન્જેક્શનમાં ભરવાની જગ્યાએ ઉંદરને મારવાનાં હેતુસર ટામેટામાં નાખવામાં આવ્યું હતું. જેને આરોગ્યા બાદ મહિલાનું મોત થયું છે.

Chhattisgarh News: બસંતીના મૃત્યુ બાદ કાર્તિક રામના પરિવાર પર જાણે દુખનો પહાડ તૂટી પડ્યો છે. અમચનક પરિવારમાંથી માતાનાં ચાલ્યા જવાથી બે બાળકો પણ માવિહોણા બની ગયા છે. મૂળ તો, બિંજરા ગામમાં બનેલી આ ઘટના બાદ આખું ગામ હચમચી જવા પામ્યું છે. વળી, લોકોને આ ઘટના બાદ બોધ પણ મળ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2025 07:04 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK