Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચિલીમાં વાઇનને પકવવા માટે સમુદ્રની અંદર બનાવવામાં આવ્યા છે ખાસ સેલ

ચિલીમાં વાઇનને પકવવા માટે સમુદ્રની અંદર બનાવવામાં આવ્યા છે ખાસ સેલ

Published : 03 February, 2026 10:40 AM | IST | Chile
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુનિયામાં અન્ય કેટલીક જગ્યાએ સમુદ્રમાં વાઇન રાખવાના પ્રયોગ થયા છે, પરંતુ ચિલીમાં પહેલી વાર આ પ્રયોગ થઈ રહ્યો છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


વાઇન જેટલો જૂનો એટલો વધુ અરોમાવાળો બને છે. જોકે વાઇનને જૂનો કરવો એટલે કે એની એજિંગ પ્રોસેસ માટે એને ક્યાં રાખવામાં આવે છે એ પણ ખૂબ મહત્ત્વનું છે. પહેલાં ચિલીમાં વાઇનના એજિંગ માટે એને જમીનમાં દાટીને રાખવામાં આવતો, પરંતુ હવે અહીં અનોખો પ્રયોગ શરૂ થયો છે. એ છે સમુદ્રની અંદર વાઇન એજિંગ સેલર બનાવવાનો. સમુદ્રના તળિયે જ્યાં આખું વર્ષ  લગભગ ૧૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જળવાય છે અને પ્રેશર ખૂબ જ નેગેટિવ હોય છે જે વાઇને સારી રીતે પકવે છે. અહીં અજવાળું પણ લગભગ નહીંવત્ હોય છે જેને કારણે ગુફા જેવો માહોલ રચાય છે. ચિલીની વાઇન કંપનીઓનું કહેવું છે કે સમુદ્રના પેટાળમાં બૉટલોને આઠ મહિનાથી એક વર્ષ સુધી રાખવામાં આવે છે એને કારણે વાઇનની બૉટલોની આજુબાજુ કૅલ્શિયમની માટી જામી જાય છે. આ માટી બાટલીઓને સ્થિર રાખવાનું કામ કરે છે. દુનિયામાં અન્ય કેટલીક જગ્યાએ સમુદ્રમાં વાઇન રાખવાના પ્રયોગ થયા છે, પરંતુ ચિલીમાં પહેલી વાર આ પ્રયોગ થઈ રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 10:40 AM IST | Chile | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK