Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરાને ગેમિંગની લત છોડાવવા જતાં ચાઇનીઝ મમ્મીને ૬૦ વર્ષે લાગ્યો લાઇવ ગેમિંગનો ચસકો

દીકરાને ગેમિંગની લત છોડાવવા જતાં ચાઇનીઝ મમ્મીને ૬૦ વર્ષે લાગ્યો લાઇવ ગેમિંગનો ચસકો

Published : 04 October, 2026 01:56 PM | Modified : 04 October, 2026 01:56 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝોન્ગ જુઆન્જુઆન નામની મહિલા ચાઇનીઝ ઑનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં લાડથી આન્ટી જુઆન તરીકે જાણીતાં છે.

ઝોન્ગ જુઆન્જુઆન

અજબ ગજબ

ઝોન્ગ જુઆન્જુઆન


ઝોન્ગ જુઆન્જુઆન નામની મહિલા ચાઇનીઝ ઑનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં લાડથી આન્ટી જુઆન તરીકે જાણીતાં છે. આન્ટી જુઆનને જુવાનીમાં જરાય કમ્પ્યુટર આવડતું નહોતું. ઇન ફૅક્ટ, તેઓ જ્યાં રહેતાં હતાં એ ગામમાં તો છેક હજી એક દાયકા પહેલાં સુધી ઇન્ટરનેટ માટે કૅફે પર જવું પડતું હતું. જોકે તેમનો દીકરો ગેમિંગનો જબરો શોખીન હતો. તેણે આખી જિંદગી છૂટક કામો કરીને માંડ ઘર ચલાવ્યું હતું. જોકે તેને પોતાના દીકરાની ગેમિંગની આદત બિલકુલ ગમતી નહોતી. તેને લાગતું હતું કે દીકરો ગેમ રમવામાં સમય બરબાદ કરી રહ્યો છે. દીકરો નાનો હતો ત્યારે તેનું ગેમિંગ છોડાવવા તેને ખૂબ પનિશમેન્ટ પણ કરી, પણ દીકરો સુધર્યો નહીં. ઊલટાનું દીકરાએ માને કહ્યું કે જો તારે છૂટક પાર્ટ-ટાઇમ કામોમાંથી છુટકારો જોઈતો હોય તો કમ્પ્યુટર શીખી જા. શરૂઆતમાં તો આન્ટી જુઆન ન માન્યાં, પણ ૨૦૨૦માં કોરોનાના સમયમાં બધું જ કામ ઠપ્પ થઈ ચૂક્યું હતું ત્યારે તેમણે દીકરા પાસેથી કમ્પ્યુટર શીખ્યું. ગેમ રમવાનું શરૂ કર્યું અને પછી તો એવો ચસકો લાગ્યો કે આજે આન્ટી જુઆનનાં ઑનલાઇન ગેમિંગ માટે લગભગ ૩ લાખ ફૉલોઅર્સ છે અને ઑનલાઇન ગેમિંગ દ્વારા આન્ટી આસાનીથી જીવી શકાય એટલી કમાણી કરી લે છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 01:56 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK