ચીનમાં એક ટૂરિસ્ટ-સ્પૉટ છે જ્યાં દુનિયાના એક પ્રસિદ્ધ પહાડની નકલ બનાવી છે. ચીનના હુબેઈ પ્રાંતમાં યુનિવર્સલ ફૅન્ટસીલૅન્ડ નામનું ટૂરિસ્ટ-સ્પૉટ છે. એમાં જપાનના માઉન્ટ ફુજીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.
માઉન્ટ ફુજીની નકલ
ચાઇનીઝ માલ માટે કહેવાય છે કે ચલે તો ચાંદ તક, વરના શામ તક. ચાઇનીઝ સામાન મોટી બ્રૅન્ડની નકલ જ હોય છે, એમાં ક્વૉલિટી નથી હોતી. જોકે હવે ચીનમાં મોબાઇલ અને ઇઅરફોન જેવી ટેક્નૉલૉજીની જ નહીં, પ્રકૃતિની પણ નકલ થવા લાગી છે. ચીનમાં એક ટૂરિસ્ટ-સ્પૉટ છે જ્યાં દુનિયાના એક પ્રસિદ્ધ પહાડની નકલ બનાવી છે. ચીનના હુબેઈ પ્રાંતમાં યુનિવર્સલ ફૅન્ટસીલૅન્ડ નામનું ટૂરિસ્ટ-સ્પૉટ છે. એમાં જપાનના માઉન્ટ ફુજીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. લોકો અહીં આવીને સેલ્ફી લે છે અને જાણે જપાન ફરી આવ્યા હોય એવો દેખાડો કરી શકે છે. માઉન્ટ ફુજી જપાનનો સૌથી ઊંચો ૩૭૭૬ મીટર ઊંચો પર્વત છે અને એ સક્રિય જ્વાળામુખી પણ છે. આ ટૂરિસ્ટ-સ્પૉટ પર ફુજી પર્વતની નકલ કરવા માટે ઘાસથી આચ્છાદિત એક ટેકરીના ઉપરના ભાગને સફેદ રંગથી પેઇન્ટ કરી દેવાઈ છે. નવાઈની વાત એ છે કે આ નકલી ટૂરિસ્ટ-સ્પૉટ પર ફરવા જવું હોય તો એ માટે પણ ૯૮ યુઆન એટલે કે લગભગ ૧૧૦૦ રૂપિયાની ટિકિટ લેવી પડે છે.
બીજિંગના લોકોને પરીઓની કાલ્પનિક કથાવાળું દૃશ્ય મળે જેમાં સુંદર પહાડ હોય, પાસે તળાવ હોય, ઘાસનું મજાનું મેદાન હોય અને એમાં લાકડીનાં નાનાં ઘર પણ હોય. આ ટૂરિસ્ટ-સ્પૉટ પર જે લોકો ફોટો લઈને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે એ જોઈને અનેક લોકો અહીં આવવા લોભાય છે, પણ અહીં આવીને પસ્તાય છે. માઉન્ટ ફુજીને રિયલ ફીલ આપવા માટે દર અઠવાડિયે માટીના ઢેર પરથી ગુલાબી રંગનો ધુમાડો પણ કાઢવામાં આવે છે જેથી જ્વાળામુખી જેવી ફીલ આવે.

