અહેવાલ અનુસાર ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ સહિત ચાર ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ યુદ્ધ જેવી પરિસ્થિતિથી ટેવાયેલા ન હોવાથી વહેલી તકે ભારત બહાર જવા માગતા હતા
રિકી પૉન્ટિંગ
બે પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા વચ્ચે પંજાબ કિંગ્સના હેડ કોચ રિકી પૉન્ટિંગે પ્રશંસનીય કામ કર્યું છે. ઑસ્ટ્રેલિયાના આ ભૂતપૂર્વ કૅપ્ટન પાસે સ્વદેશ પાછા ફરવાનો વિકલ્પ હતો, પરંતુ છેલ્લી ઘડીએ તેણે વિમાનમાંથી ઊતરવાનું નક્કી કર્યું અને દિલ્હીમાં જ રોકાયો તથા શનિવારે રાત્રે પંજાબ કિંગ્સના વિદેશી પ્લેયર્સ દિલ્હીની બહાર ન જાય એની ખાતરી કરી હતી.
પંજાબ કિંગ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સતીશ મેનને ખુલાસો કર્યો કે ‘એ કામ પૉન્ટિંગના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. વિદેશી પ્લેયર્સને એકજૂથ રાખવા પ્રેરક સ્પીચ આપવાનું કામ માત્ર તે જ કરી શકે છે.’
ADVERTISEMENT
અહેવાલ અનુસાર ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ સહિત ચાર ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ યુદ્ધ જેવી પરિસ્થિતિથી ટેવાયેલા ન હોવાથી વહેલી તકે ભારત બહાર જવા માગતા હતા, પરંતુ પૉન્ટિંગે તેમને અહીં જ રહેવા મનાવી લીધા હતા. જોકે ટીમમાંથી સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર માર્કો યાન્સેન સુરક્ષા માટે દુબઈ પહોંચી ગયો છે.

