અગ્નિસંસ્કાર ઘાઘરા નદીના કાંઠે થઈ રહ્યા હતા
ગ્રેટર નોએડામાં રહેતો ૩૦ વર્ષનો દીપક તેની પત્ની સાથે
ઉત્તર પ્રદેશના ગોંડામાં એક કરુણ ઘટના સામે આવી છે. પોતાની સાસુને અંતિમ સંસ્કાર કરાવવા માટે નદી કાંઠે ગયેલા જમાઈને મગર તાણી ગયો. ગ્રેટર નોએડામાં રહેતો ૩૦ વર્ષનો દીપક તેની સાસુ ઊર્મિલા દેવીના અંતિમ સંસ્કાર માટે ગોંડા ગામ ગયો હતો. અગ્નિસંસ્કાર ઘાઘરા નદીના કાંઠે થઈ રહ્યા હતા. અગ્નિસંસ્કાર કરવા માટે દીપકે પહેલાં ખાડો ખોદ્યો હતો અને પછી માટીવાળા હાથ ધોવા માટે ઘાઘરા નદીના પાણીમાં ગયો હતો. જોકે જેવો તેણે હાથ પાણીમાં નાખ્યો કે અંદર ટાંપીને બેઠેલા મગરે ડાયરેક્ટ દીપકનું માથું જ પોતાના જડબાંમાં દબાવીને તેને ઝડપથી ઊંડાં પાણીમાં ખેંચી લીધો હતો. કિનારે ઊભેલા લોકો કંઈ સમજે અને બચાવ માટે કંઈ કરે એ પહેલાં મગર ખાસ્સો દૂર જતો રહ્યો. દીપકને બચાવી શકાયો નહોતો.
