વેલ, આ એક ડેનિશ રિવાજ છે.
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયા પર એક ડેનિશ લગ્નનો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં મૅરેજ-સેરેમની દરમ્યાન એકસાથે ઘણા પુરુષો લાઇન લગાવીને આવી રહ્યા છે અને બ્રાઇડને કિસ કરતા જોવા મળે છે. આ પુરુષો બ્રાઇડના રિલેટિવ કે મિત્ર નથી પણ વરરાજાના પક્ષના ગેસ્ટ છે જે એક રીતે તો તેમની ભાભીને કિસ કરી રહ્યા છે. એવું તે શું થયું હશે કે વરરાજાના ફ્રેન્ડ્સ ઍન્ડ રિલેટિવ્સ પુરુષો વારાફરતી બ્રાઇડને કિસ કરવા લાગ્યા?
વેલ, આ એક ડેનિશ રિવાજ છે. હકીકત એવી છે કે ડેનિશ લગ્નમાં આવી ઘણી વિચિત્ર પરંપરાઓનું પાલન થાય છે. આ સામૂહિક પપ્પીઓની પરંપરા પણ એવી જ એક છે. આ પરંપરામાં એવું કહેવાયું છે કે મૅરેજ-સેરેમની દરમ્યાન જો વર કે વહુ બેમાંથી કોઈ પણ પોતાના પાર્ટનરને એકલા મૂકીને ક્યાંય જાય (ભલે બાથરૂમ જવા માટે હોય કે ફોન રિસીવ કરવા) તો બીજા બધા મિત્રો લાઇનમાં ઊભા થઈ જાય છે અને એકલા પડેલા પાર્ટનરને કિસ કરવા લાગે છે. ત્યાં આ કોઈ ખરાબ હરકત નથી મનાતી, પણ સદીઓ જૂની ડેનિશ લગ્નવિધિ છે. મજાની વાત એ છે કે જો વરની જેમ વહુ પણ ભૂલથી વરને એકલો મૂકીને ક્યાંય જાય તો ત્યાં હાજર સામા પક્ષની બીજી સ્ત્રીઓ વરને પપ્પી કરવા મંડી પડે છે.
ADVERTISEMENT
હકીકતમાં ડેન્માર્કમાં સદીઓથી એવું મનાય છે કે લગ્ન માણસના ‘જીવનનો સૌથી ખુશહાલ દિવસ’ હોય છે એટલે એ દિવસને યાદગાર બનાવવા આવી ઘણી મનોરંજક પરંપરાઓ પ્રચલિત છે.


