Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિલ્હીથી ફ્લાઇટ પકડીને ખાસ કોઈ વડાપાંઉ ખાવા મુંબઈ આ‍વે? આ છોકરીનો દાવો છે કે આવું કરવામાં ૧૫,૦૦૦ વાપરી નાખ્યા

દિલ્હીથી ફ્લાઇટ પકડીને ખાસ કોઈ વડાપાંઉ ખાવા મુંબઈ આ‍વે? આ છોકરીનો દાવો છે કે આવું કરવામાં ૧૫,૦૦૦ વાપરી નાખ્યા

Published : 11 September, 2026 11:54 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીની એક ફૂડ-બ્લૉગરે મુંબઈનો અસ્સલ વડાપાંઉ ખાવા માટે ₹5,000ની ફ્લાઇટ લીધી અને હોટેલમાં રોકાઈ કુલ ₹15,000 ખર્ચ્યા. આખરે ₹20નું રોડસાઇડ વડાપાંઉ ખાઈને તેણે આ સફરને પૈસાની વસૂલ ગણાવી.

દિલ્હી ફૂડ બ્લૉગર

દિલ્હી ફૂડ બ્લૉગર


શું તમે ક્યારેય માત્ર ૨૦ રૂપિયાની વાનગી ખાવા માટે અન્ય શહેરમાં વિમાન પકડીને ગયા છો? દિલ્હીની એક કન્ટેન્ટ-ક્રીએટરનો દાવો છે કે તેણે અસ્સલ મુંબઈયા વડાપાંઉ ખાવાની ઘેલછામાં કંઈક એવું જ કરી બતાવ્યું છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થવા લોકો જાતજાતના પ્રૅન્ક કરતા હોય છે એ જ રીતે આ છોકરી ગપગોળા હાંકતી હોઈ શકે છે, પણ જો તે સાચી હોય તો તેણે મુંબઈના વડાપાંઉ ખાવા શું કર્યું એ જાણી લઈએ.
 WittySpace નામથી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચલાવતી આ ફૂડ-બ્લૉગરે જણાવ્યું કે તે દિલ્હીમાં વડાપાંઉ ખાઈ રહી હતી ત્યારે તેને મનમાં વિચાર આવ્યો કે ‘આ પણ કોઈ વડાપાંઉ છે? અસલી વડાપાંઉ તો સપનોં કી નગરી મુંબઈમાં જ મળે.’ બસ, પછી શું? તેણે તરત બૅગ પૅક કરી અને મુંબઈની પ્લેનની ટિકિટ બુક કરી લીધી. દિલ્હીથી મુંબઈ માટે ૫૦૦૦ રૂપિયાની ફ્લાઇટ બુક કરી. ઍરપોર્ટ પર ૧૬૫ રૂપિયાની ચા પીધી અને ૫૦ રૂપિયાવાળાં નૂડલ્સ ૩૦૦ રૂપિયામાં આરોગ્યાં.  મુંબઈ પહોંચીને ૪૦૦૦ રૂપિયાના ભાડાની હોટેલમાં રાત રોકાઈ. બીજા દિવસે ઑનલાઇન મગાવવાને બદલે તે પોતે મુંબઈની ગલીઓમાં ઘૂમી અને આખરે ૨૦ રૂપિયામાં મળતું અસલી રોડસાઇડ વડાપાંઉ ખોળી કાઢ્યું. ફ્લાઇટ, હોટેલ અને ખાવા-પીવાનો ખર્ચ ગણીને ફૂડ-બ્લૉગરને આ ખાણી-પીણીની યાત્રા પૂરા ૧૫,૦૦૦ રૂપિયામાં પડી. પોતાના વિડિયોમાં તેણે કહ્યું કે પહેલી બાઇટ લેતાં જ મને લાગ્યું કે આટલા પૈસા ખર્ચીને મુંબઈ આવવાનો નિર્ણય બિલકુલ સાચો હતો, આ જ અસલી મુંબઈની શાન છે.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 11:54 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK