Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિલ્હીમાં ઑનલાઇન સ્પર્ધા શરૂ થઈઃ કોનો કૂતરો સૌથી જાડિયો છે?

દિલ્હીમાં ઑનલાઇન સ્પર્ધા શરૂ થઈઃ કોનો કૂતરો સૌથી જાડિયો છે?

Published : 27 September, 2026 03:05 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં પહેલી વાર ઑનલાઇન ફૅટ ડૉગ કૉમ્પિટિશન યોજાઈ રહી છે, જેમાં લગભગ ૬૪ શ્વાનોએ ભાગ લીધો છે. ૨૪થી ૨૯ સપ્ટેમ્બર સુધી ચાલનારી આ સ્પર્ધાનો હેતુ પાળેલા કૂતરાઓમાં વધતી મેદસ્વિતાને લઈને જાગૃતિ લાવવાનો છે.

દિલ્હી ફૅટ ડૉગ કૉમ્પિટિશન

દિલ્હી ફૅટ ડૉગ કૉમ્પિટિશન


શ્વાનોની પ્રતિભા અને બ્યુટીની કૉન્ટેસ્ટ તો કદાચ ઘણી જગ્યાએ થાય છે. કેટલીક જગ્યાએ ફિટનેસ ધરાવતા ડૉગીઝની સ્પર્ધા પણ થાય છે, પરંતુ દિલ્હીમાં પહેલી વાર ઑનલાઇન ફૅટ ડૉગ કૉમ્પિટિશન યોજાઈ છે. એમાં લગભગ ૬૪ શ્વાનોએ ભાગ લીધો છે. ફૅટ ડૉગ્સ ઑફ દિલ્હી નામની આ સ્પર્ધા ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને ૨૯ સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. એમાં પાળેલા કૂતરાઓની તસવીરો અને કયા વિસ્તારમાં રહે છે એની વિગત સાથે એન્ટ્રી લેવામાં આવી રહી છે. 
ફૅટ ડૉગ્સ ઑફ દિલ્હી નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા આ કૉન્ટેસ્ટ લૉન્ચ કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર જે એન્ટ્રી આવી છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક કૂતરાનું નામ છે કુત્તા સિંહ, નોએડાના એક ડૉગીનું નામ છે મહાકુત્તેશ્વર. આયોજકે લગભગ ૬૪ ડૉગીઝની તસવીરો શૅર કરીને સોશ્યલ મીડિયા પર લોકોને તેમનો ફેવરિટ ઉમેદવાર પસંદ કરવા કહ્યું છે. શ્વાનો હવે મેદસ્વી થઈ રહ્યા છે એ બાબતે જાગૃતિ લાવવા માટે થઈને આ અભિયાન ચાલી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 03:05 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK